Happy family with two children going on holiday, wearing face masks at the airport.

2023 માટે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં બેંક હોલીડેની તારીખોની જાહેરાત કરાઇ છે અને શનિવાર 6 મેના રોજ યોજાનારા કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકને ચિહ્નિત કરવા માટે વધારાની એક બેંક હોલીડે સોમવાર તા. 8 મે’ના રોજ આપવામાં આવશે. જે સાથે 2023માં કુલ નવ દિવસ મટે બેંક હોલીડે રહેશે.

સામાન્ય રીતે દર વર્ષે આઠ બેન્ક હોલીડે મળે છે. જો કે 2022માં રાણીની પ્લેટિનમ જ્યુબિલી ઉત્સવના કારણે બે વધારાની હોલીડે મળીને 10 બેંક હોલીડે અપાઇ હતી.

2023માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શુક્રવાર, 7 એપ્રિલ – ગુડ ફ્રાઈડે, સોમવાર, એપ્રિલ 10 – ઇસ્ટર સન્ડે, સોમવાર, તા. 1 મેની શરૂઆતમાં બેંક હોલીડે, સોમવાર તા. 8 મે – કિંગ ચાર્લ્સ III ના રાજ્યાભિષેક પ્રસંગે, સોમવાર, મે 29 – સ્પ્રીંગ બેંક હોલીડે, સોમવાર, તા. 25 ડિસેમ્બર – ક્રિસમસ ડે અને મંગળવાર, તા. 26 ડિસેમ્બર – બોક્સિંગ ડેના રોજ બેન્ક હોલીડે રહેશે.

LEAVE A REPLY

2 × 5 =