(Photo by NOAH SEELAM/AFP via Getty Images)

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં છેલ્લી એક સદીમાં 2020માં સૌથી વધુ મૃત્યુ નોંધાયા હતા અને કોવિડ-19 રોગચાળો તેના પાછળનું મુખ્ય કારણ હતું એમ વરિષ્ઠ આંકડાશાસ્ત્રીએ બુધવારે જણાવ્યું હતું.

બ્રિટનની ઓફિસ ઓફ નેશનલ સ્ટેટેસ્ટીક્સના નિક સ્ટ્રાઇપે ટ્વિટર પર જણાવ્યું છે કે ‘’છેલ્લા 52 અઠવાડિયામાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં મળીને કુલ 604,000 મૃત્યુ નોંધાયા હતા, જે પાંચ વર્ષની સરેરાશ કરતા લગભગ 73,000 અથવા 14% જેટલા વધારે છે. વર્ષ 1900 પછી ફક્ત એક જ વર્ષમાં વાર્ષિક મૃત્યુની સંખ્યા 600,000થી ઉપર જોવા મળી હતી જેના પાછળ સ્પેનિશ ફ્લૂ રોગચાળો જવાબદાર હતો.

કોવિડ-19ના કારણે ગઇ વસંત ઋતુમાં મૃત્યુની સંખ્યા વિશાળ શિખર પર હતી. આંકડા સૂચવે છે કે વસ્તીમાં થયેલા વધારા પછી મૃત્યુની સંખ્યા 1940 પછીના ઉચ્ચતમ સ્તરે હશે.’’

તેમણે જણાવ્યું હતું કે, “કોવિડ-19ના ફેલાવાને મર્યાદિત કરવાનાં પગલાં લેવામાં આવ્યા હોવા છતાં, 2020નું વર્ષ  હજી પણ 1951 માં ટોચ પર રહેશે, જે સમયે ફ્લૂનો મોટો રોગ હતો અને ઘણાં લોકો મરણ પામ્યાં હતાં.”