જુનાગઢ નજીક આવેલા ગીરનારનો પર્વત

ગિરનારની ૩૬ કિમી લાંબી લીલી પરિક્રમાનો 23 નવેમ્બર દેવઊઠી એકાદશીની રાત્રે ૧૨ કલાકે વિધિવત પ્રારંભ થયો હતો. વહીવટીતંત્રએ પરિક્રમાર્થીઓને એક દિવસ વહેલો પ્રવેશ આપ્યો હતો અને લાખ્ખો યાત્રાળુઓ ઉમટી પડ્યાં હતા. બીજી તરફ 24 નવેમ્બરે  પરિક્રમા રૂટ પર બોરદેવી નજીક વહેલી સવારે એક બાળકી પર દીપડાએ 11 વર્ષની પાયલ સાખન નામની બાળકી પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં બાળકીનું મોત નીપજ્યું હતું.આ ઘટનાથી પોલીસ અને વનવિભાગ પણ સતર્ક થયું થયું હતું.

પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકોએ ગિરનાર જંગલમાં પરિક્રમા માટે પ્રવેશ કર્યો હતો. આ તમામ ભાવિકો પરિક્રમાના પ્રથમ પડાવ ઝીણાબાવાની મઢી ખાતે પહોંચતા અન્નક્ષેત્રનો લાભ લીધો હતો. બીજી તરફ વન વિભાગ દ્વારા ખૂબ જ કઠિન ચઢાણવાળો અને સાંકડો વિસ્તાર એવા નળ પાણીની ઘોડીએથી યાત્રિકોની ગણતરી શરૂ કરી દીધી છે. જેના પગલે આજે સવાર સુધીમાં એક લાખથી વધુ ભાવિકો ગણતરી પોઇન્ટ પસાર કરીને ભવનાથ તરફ આવવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.

ગિરનારની લીલી પરિક્રમામાં જોડાઈને પૂણ્ય કમાવવા માટે દૂર દૂરથી યાત્રિકો ભવનાથ ખાતે આવી પહોંચ્યા હતો. ગિરનારની લીલી પરિક્રમા શરૂ થાય તે પહેલા જ જંગલના માર્ગે વહીવટી તંત્ર દ્વારા આરોગ્યની સેવા ભાવિકો માટે ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય તંત્ર દ્વારા અગાઉથી જ કરાયેલા આયોજન મુજબ આજે મેડિકલ સેવાઓનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું.

ગુજરાતી કેલેન્ડર મુજબ દર વર્ષે કારતક મહિનામાં ગિરનારની વાર્ષિક લીલી પરિક્રમામાં આશરે 10 લાખ હિંદુઓ ભાગ લે છે. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર જૂનાગઢ શહેરથી 6 કિમી દૂર આવેલો છે. પ્રાચીન માન્યતા અનુસાર, કુરુક્ષેત્રમાં યુદ્ધ જીત્યા પછી પાંડવોએ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે પરિક્રમા કરી હતી. જંગલમાંથી પસાર થતી ગિરનાર લીલી પરિક્રમાનો રૂટ યુવાનો માટે સાહસિક પ્રવાસ પ્રદાન કરે છે. વરસાદ પછી, તળાવો અને નદીઓ પાણીથી ભરાઈ જાય છે, જે જંગલ અને ટેકરીઓની મનોહર સુંદરતામાં વધારો કરે છે.

 

LEAVE A REPLY

twenty + twelve =