યુરોપિયન યુનિયનમાં 25 ટકાથી વધુ વયસ્કો કોવિડ-19 સામે રક્ષણ આપતી રસી લેવાનો ઇન્કાર કરશે તેવું એક સર્વેમાં દર્શાવવામાં આવ્યું છે.
તાજેતરમાં યુરોફાઉન્ડ દ્વારા પ્રકાશિત થયેલા આ સર્વે અનુસાર રસી લેવા માટે ખચકાટ અને સોશિયલ મીડિયાના ઉપયોગની વચ્ચે મજબૂત જોડાણ જણાયું છે. વિશેષમાં સોશિયલ મીડિયા માહિતીનો મુખ્ય સ્રોત છે. સીનિયર રીસર્ચ મેનેજર ડેફની એહરેન્ટે જણાવ્યું હતું કે, ‘કમનસીબ, આ તારણો રસીઓની અસરકારકતા અને સલામતી અંગે સમજાવવામાં અને સ્પષ્ટ બાબત જણાવવામાં નિષ્ફળતાને પ્રતિબિંબિત કરે છે.’
બલ્ગેરિયન્સ આ રસી લેવામાં સૌથી વધુ અચકાટ અનુભવે છે, 67 વયસ્કો કહે છે કે, તેમની રસી લેવાની સંભાવના ઓછી છે. આયર્લેન્ડમાં, ફક્ત 10 ટકા વયસ્ક લોકોએ જણાવ્યું હતું કે, તેઓ રસી નહીં લે.
આ સર્વેમાં સમગ્ર યુરોપ પૂર્વ-પશ્ચિમમાં વહેંચાઇ ગયેલ જોવા મળે છે. ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા સિવાય, પશ્ચિમના બધા સભ્ય દેશોમાં રસીકરણ કરવાનો ઇરાદો 60 ટકાથી વધુ હતો. નોર્ડિક અને ભૂમધ્ય દેશો, ડેનમાર્ક અને આયર્લેન્ડમાં પણ દર વધુ છે.
રસી લેવા માટે ખચકાટ અને સોશિયલ મીડિયાના ઉપયોગની વચ્ચે મજબૂત જોડાણના પરિણામે પૂર્વીય સભ્ય દેશોમાં રસીનું લેવાનું પ્રમાણ રોમાનિયામાં 59 ટકાથી લઇને બલ્ગેરિયામાં 33 ટકા સુધીનું છે.
આ સર્વે 27 સભ્ય દેશોમાં કોવિડ-19 પ્રતિબંધો સાથે સંપૂર્ણ વર્ષ વિતાવ્યા બાદ ફેબ્રુઆરી અને માર્ચ 2021 દરમિયાન કરવામાં આવ્યો હતો.