7 મે, 2025ના રોજ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં ભારતીય હવાઈ હુમલા પછી બિલાલ મસ્જિદમાંથી ધુમાડો નીકળે છે.REUTERS/Akhtar Soomro

પાકિસ્તાનના લશ્કરી પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ ગુરુવારે દાવો કર્યો હતો કે પાકિસ્તાને કરાચી અને લાહોર સહિત અનેક સ્થળોએ ભારતમાંથી ઇઝરાયલી બનાવટના 25 ડ્રોન તોડી પાડ્યા હતાં અને તેમનો કાટમાળ એકત્રિત કરવામાં આવી રહ્યો છે. રાવલપિંડીશહેર ઉપર એક ડ્રોનને પણ તોડી પાડવામાં આવ્યું હતું, જ્યાં પાકિસ્તાની સેનાનું ભારે કિલ્લેબંધીવાળું મુખ્યાલય આવેલું છે.

ચૌધરીએ જણાવ્યું હતું કે, એક ડ્રોને લાહોર નજીક એક લશ્કરી ટાર્ગેટને નિશાન બનાવ્યું હતું અને આ હુમલામાં પાકિસ્તાની સેનાના ચાર જવાનો ઘાયલ થયા હતાં.

દરમિયાન પાકિસ્તાનના લાહોર, રાવલપિંડી સહિતના શહેરોમાં જોરદાર વિસ્ફોટો થયા હતા અને લોકોમાં ભય ફેલાયો હતો.

ભારતે એક નિવેદનમાં જણાવાયું છે કે પાકિસ્તાને કાશ્મીરમાં સીમા પર ગોળીબારમાં વધારો કર્યો હતો. તેમાં ભારતીય બાજુએ પાંચ બાળકો અને ત્રણ મહિલાઓ સહિત 16 લોકો માર્યા ગયા હતાં અને 59 લોકો ઘાયલ થયા હતાં.

પાકિસ્તાન જણાવ્યું હતું કે કે બુધવારે થયેલા હુમલાઓ અને ત્યારબાદ કાશ્મીરમાં સરહદ પારથી થયેલા ગોળીબારમાં તેના ઓછામાં ઓછા 31 નાગરિકો માર્યા ગયા અને લગભગ 50 ઘાયલ થયા હતાં.

પાકિસ્તાનના લાહોરમાં યુએસ કોન્સ્યુલેટ જનરલે ડ્રોન વિસ્ફોટ, તોડી પાડવામાં આવેલા ડ્રોન અને સંભવિત હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરીના અહેવાલો વચ્ચે તેના સ્ટાફને સુરક્ષિત સ્થળે આશ્રય લેવાનો આદેશ આપ્યો હતો. કોન્સ્યુલેટે જણાવ્યું હતું કે તેમને પ્રારંભિક અહેવાલો પણ મળ્યા છે કે અધિકારીઓ લાહોરના મુખ્ય એરપોર્ટને અડીને આવેલા કેટલાક વિસ્તારોને ખાલી કરાવી રહ્યા છે.

LEAVE A REPLY