ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ 10 માર્ચ 2019ના રોજ મુંબઈમાં વેડિંગ રિસેપ્શન દરમિયાન પત્ની શ્લોકા મહેતા સાથે આ ફોટો આપ્યો હતો. (Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમા સ્થાન ધરાવતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી દાદા બન્યા છે. મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ મુંબઈમાં ગુરુવારે સવારે 11 વાગ્યે પુત્રરત્નને જન્મ આપ્યો હતો.

નવ માર્ચ, 2019માં આકાશ અને શ્લોકાના લગ્ન થયા હતા. તેમના લગ્નની ઉજવણી દેશ અને દુનિયાભરમાં ભારે નોંધનીય બની હતી.

શ્લોકા મહેતા ઉદ્યોગસાહસિક છે. હાલમાં તે ડાયમંડ બિઝનેસ સાથે જોડાયેલ રોજી બ્લૂ ફાઉન્ડેશનની ડિરેક્ટર છે. આ કંપનીના માલિક રસેલ મહેતા શ્લોકાના પિતા છે.

અંબાણી પરિવારના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણના આશીર્વાદથી શ્લોકા અને આકાશ અંબાણીના ઘરે પુત્રનો જન્મ થયો છે. પ્રથમવાર દાદા-દાદી બનવાથી નીતા અને મુકેશ અંબાણી ઘણા ખુશ છે. ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના પૌત્રનું સ્વાગત ખુશીઓ સાથે કરાયું હતું. માતા અને બાળક બન્નેની તબિયત સારી છે. નવા મહેમાનના આગમનથી અંબાણી અને મહેતા પરિવારમાં ખુશીનો માહોલ છે.