અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે 11 વર્ષ સુધી રાહ જોયા પછી એક પરિવારે સ્વેચ્છાએ દેશ છોડવાનો નિર્ણય કર્યો હતો. તેમણે રેડિટ પોસ્ટમાં આ અંગે જણાવ્યું હતું કે, તેમનો આ અનુભવ ‘તણાવપૂર્ણ’ રહ્યો હતો અને આજે પણ ઘણા ઇમિગ્રન્ટ્સ આ પ્રકારની હતાશાનો સામનો કરી રહ્યા છે. અમેરિકા છોડનાર પરિવારે USCIS સબરેડિટ પર એક પોસ્ટમાં આ નિર્ણય જણાવીને જેમાં ગ્રીનકાર્ડની કાર્યવાહી દરમિયાન થયેલા ભાવનાત્મક અને સત્તાધિશો દ્વારા થયેલા નુકસાનની વિગતો આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ‘આજે, આ દેશમાં યુદ્ધ, ત્રાસવાદ, ટેક્સને મહત્ત્વ આપવામાં આવે છે.’ આ પરિવારે સાડા આઠ વર્ષ પછી તેમનો હંગામી નિવાસ મંજૂર થયો હોવાનું જણાવ્યું હતું, પરંતુ ઇન્ટરવ્યુ પછી મહિનાઓ સુધી ગ્રીન કાર્ડ (ફોર્મ I-485)ની રાહ જોઇ હતી.
તેમણે જણાવ્યું હતું કે, કાયમી નિવાસીની મંજૂરી વગર અમેરિકામાં 11 વર્ષ સુધી કાયદેસર રહ્યા પછી, તેમના પરિવારે તાત્કાલિક અંગત સંજોગો અને રાહ જોવાની માનસિક પીડાને કારણે ‘સ્વેચ્છાએ દેશનિકાલ’ થવાનું પસંદ કર્યું હતું. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, ‘હવે અમે વધુ રાહ જોઈ શકીએ તેમ નથી, અમે ગ્રીન કાર્ડની રાહ જોઈને મરવા ઇચ્છતા નથી, અમે પ્રાણીઓ નથી, અમે મનુષ્યો છીએ, અમને સમજો… ઇમિગ્રેશન સીસ્ટમ નિર્દયી અને ભ્રષ્ટ છે.’
વિઝાવર્સના રીપોર્ટ મુજબ, નવેમ્બર 2023ની સ્થિતિએ ચાર મિલિયનથી વધુ લોકો ઇમિગ્રન્ટ વિઝાની રાહમાં હતા. આ સ્થિતિ વાર્ષિક વિઝા મર્યાદા, દેશ દીઠ મર્યાદા અને વહીવટી નિષ્ક્રિયતાને કારણે ઊભી થઇ છે, જેના કારણે ઘણા અરજદારોનું ભવિષ્ય અનિશ્ચિત થઇ ગયું હતું.
મે 2025થી, મેક્સિકો અને કોલંબિયામાં વિઝા ઇન્ટરવ્યૂ અટકવાના કારણે ઇમિગ્રેશન પ્રક્રિયામાં વિલંબ અને પરિવાર જુદા પડવાની સ્થિતિ વધુ ખરાબ થઈ છે.
ગ્રીન કાર્ડ માટે પડતર અરજીઓમાં સૌથી મોટો હિસ્સો મેક્સિકોનો 1.2 મિલિયન છે. ત્યારપછી ભારતની 291,000, ફિલિપાઇન્સની 288,000, ડોમિનિકન રીપબ્લિકની 251,000 અને ચીનની 231,000 અરજીઓનો નિકાલ બાકી છે. USCIS દ્વારા ગ્રીન કાર્ડની કાર્યવાહી ઝડપી બનાવવાના પ્રયત્ન થયા છે. 2022થી લગભગ 11 મિલિયન અરજી પર કાર્યવાહી પછી અને 10 મિલિયન અરજીઓનો નિકાલ કર્યા પછી, USCIS દ્વારા 2025ની શરૂઆતમાં તેના આંતરિક પડતર કાર્યવાહીમાં 15 ટકા ઘટાડો કરવાનો અંદાજ મુકવામાં આવ્યો હતો. જોકે, ગ્રીન કાર્ડ્સ (ફોર્મ I-485) અને અન્ય કેટલાક ફોર્મ્સમાં હજુ પણ USCIS દ્વારા નિર્ધારિત છ મહિનાની મર્યાદા કરતાં વધુ સમય સુધી રાહ જોવી પડે છે.

LEAVE A REPLY