(ANI Photo)

પ્રિ-વેરિફાઇડ ભારતીય નાગરિકો અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડધારકોની ઇમિગ્રેશન ક્લિયરન્સ પ્રક્રિયા ઝડપી બનાવવાના પ્રોગ્રામમો ગુરુવારે ગુરુવારે લખનૌ અને તિરુવનંતપુરમ સહિત પાંચ વધુ શહેરોમાં પ્રારંભ કરાયો હતો.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લખનૌ, તિરુવનંતપુરમ, ત્રિચી, કોઝિકોડ અને અમૃતસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન-ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ (FTI-TTP)નો પ્રારંભ કરાવ્યો હતો.

આ ખાસ પ્રોગ્રામ સૌપ્રથમ જુલાઈ 2024માં ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શરૂ કરાયો હતો અને પછી સપ્ટેમ્બર 2024માં સાત વધુ એરપોર્ટ – મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગ્લોર, હૈદરાબાદ, કોચીન અને અમદાવાદમાં શરૂ કરાયો હતો.

આ કાર્યક્રમ ઝડપી ઇમિગ્રેશન ક્લિયરન્સ સુનિશ્ચિત કરે છે, અને અત્યાર સુધીમાં, ઇ-ગેટ્સ દ્વારા હજારો મુસાફરોને ઝડપી ઇમિગ્રેશન ક્લિયરન્સ આપવામાં આવ્યું છે.

FTI-TTP અમેરિકાના ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ જેવો કાર્યક્રમ છે જે પસંદગીના એરપોર્ટ પર અમેરિકામાં આગમન પર પૂર્વ-મંજૂર, ઓછા જોખમવાળા મુસાફરો માટે ઝડપી મંજૂરી આપે છે.

પ્રારંભિક તબક્કામાં તે ભારતીય નાગરિકો અને OCI કાર્ડ ધારકો માટે નિશુલ્ક ધોરણે શરૂ કરાયો છે. FTI-TTP ઓનલાઈન પોર્ટલ https://ftittp.mha.gov.in. મારફત ચાલુ કરાયો છે.પાત્રતા ધરાવતા વ્યક્તિઓએ ઓનલાઈન અરજી કરવાની અને અરજી ફોર્મમાં ઉલ્લેખિત અન્ય જરૂરી માહિતી સાથે તેમના બાયોમેટ્રિક્સ (ફિંગરપ્રિન્ટ અને ફેસિયલ ઇમેજ) સબમિટ કરવાની રહેશે.

મંજૂર થયેલી અરજીઓને તેમની બાયોમેટ્રિક્સ વિગતો પ્રદાન કરવાની એપોઇન્ટમેન્ટ એક મેસેજ મળશે. આ એપોઇન્ટમેન્ટ મુજબ અરજદારો તેમની બાયોમેટ્રિક્સ વિગતો ભારતમાં નિયુક્ત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અથવા નજીકની ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) પર આપી શકશે. અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે બાયોમેટ્રિક્સ ફરજિયાત છે. FTI રજિસ્ટ્રેશન મહત્તમ પાંચ વર્ષ માટે અથવા પાસપોર્ટની માન્યતા સુધી માન્ય રહેશે.

 

LEAVE A REPLY