પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતીય રીઝર્વ બેન્કે ગયા સપ્તાહે દેશમાં બેન્કો કે અન્ય નાણાંકિય સંસ્થાઓમાં ફિક્સ્ડ ડીપોઝિટ્સ ધરાવતા ગ્રાહકોને માટે વ્યાજ દરના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ સુધારા પછી હવે રોકાણકારોએ પોતાની ફિક્સ્ડ ડીપોઝિટની મુદત પાકી જાય ત્યારે તુરત જ એ રકમ ઉપાડી લેવાની કે તેનું પુનઃ રોકાણ કરી લેવાનું રહેશે.

રકમ ઉપાડવા કે પુનઃ રોકાણમાં ગ્રાહક દ્વારા વિલંબ કરાય તો એ સમયગાળા માટે ગ્રાહકને તેને અગાઉ એફડી ઉપર જે દરે વ્યાજ મળતું હતું તે અથવા તો સામાન્ય સેવિંગ્સ ખાતામાં જે દરે વ્યાજ મળતું હોય, તે બન્નેમાંથી જે ઓછો હોય તેવા દરે જ વ્યાજ મળશે. આના કારણે રોકાણકાર ગ્રાહકને એકંદરે નુકશાન જ થવાની સંભાવના રહે છે.