પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં સીધું વિદેશી રોકાણ (એફડીઆઇ) ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ઓક્ટોબર સમયગાળામાં 21 ટકા વધીને 35.33 બિલિયન ડોલર થયું હતું. અગાઉના વર્ષના સમાન ગાળામાં ભારતમાં એફડીઆઇ 29.31 બિલિયન ડોલર રહ્યું હતું.

ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગના ડેટા અનુસાર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં કુલ એફડીઆઇ (કમાણીના ફરી રોકાણ સાથે) 11 ટકા વધીને 46.82 બિલિયન ડોલર થયું હતું, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 42.06 બિલિયન ડોલર રહ્યું હતું.

સૌથી વધુ વિદેશી રોકાણ આકર્ષનારા ક્ષેત્રોમાં કમ્પ્યૂટર સોફ્ટવેર એન્ડ હાર્ડવેર, સર્વિસિસ, ટ્રેડિંગ, કેમિકલ અને ઓટોમોબાઇલનો સમાવેશ થાય છે. ભારતમાં ખાસ કરીને સિંગાપોર, અમેરિકા, મોરેશિયસ, નેધરલેન્ડ, બ્રિટન, ફ્રાન્સ અને જાપાનમાંથી વિદેશી રોકાણ આવ્યું હતું. છેલ્લાં એક વર્ષમાં ભારત સરકારે વીમા અને સંરક્ષણ સહિતના કેટલાંક ક્ષેત્રમાં એફડીઆઇ માટેની નીતિને હળવી બનાવી છે.