(istockphoto.com)
  • જાહેર ક્ષેત્રના વર્કર્સના એક ક્વાર્ટર જેટલા લોકો ગેરહાજર રહે તેવી શંકાથી સરકાર આકસ્મિક યોજનાઓ ઘડી રહી છે.
  • સરકાર ઓમિક્રોનના ફેલાવાને પહોંચી વળવાના પ્રયાસોના ભાગરૂપે શાળાઓ અને કોલેજોને 7,000 એર ક્લિનિંગ યુનિટ ઉપલબ્ધ કરાવશે.
  • જાહેર સેવાઓ, પરિવહન નેટવર્ક અને NHSમાં સ્ટાફિંગની અછતથી અરાજકતાનો ભય પારખી વડા પ્રધાને મંત્રીઓને સંભવિત સૌથી ખરાબ પરિસ્થિતિ માટે તૈયારીઓનું પરીક્ષણ કરવા જણાવ્યું છે.
  • કર્મચારીઓની વધતી માંદગી વચ્ચે જાન્યુઆરીમાં કેટલીક રેલ સેવાઓ પહેલેથી જ રદ કરાઇ અથવા ઇમરજન્સી સમયપત્રક રજૂ કરાયું.
  • નિષ્ણાતોએ યુએસ-શૈલીના પાંચ દિવસના ક્વોરેન્ટાઇન માટે અપીલ કરી. જો કે તેનાથી વધુ લોકોને ચેપ લાગે તેવી આશંકા.
  • ઓમિક્રોનના ઊંચા ચેપના સ્તરથી આવનારા અઠવાડિયામાં વ્યાપાર અને જાહેર સેવાઓમાં વિક્ષેપ પડશે.
  • લેબરના ડેપ્યુટી લીડર એન્જેલા રેનરે કહ્યું હતું કે “વડાપ્રધાનના નેતૃત્વના અભાવનો અર્થ એ છે કે તેમની સરકારે આકસ્મિક આયોજનને છેલ્લી ક્ષણ સુધી છોડી દીધું છે અને વિલંબ કર્યો છે.”
  • વડા પ્રધાને તેમના વાર્ષિક ક્રિસમસ સંદેશનો ઉપયોગ દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસોમાં સતત વધારાને રોકવા અને કોવીડ-19 સામે રક્ષણ માટે “ગેટ બૂસ્ટેડ નાઉ” માટે કરી લોકોને બૂસ્ટર ડોઝ લેવા અપીલ કરી હતી.
  • NHSએ ક્રિસમસ રજાના સમયગાળા દરમિયાન પણ બૂસ્ટર ડ્રાઇવ ચાલુ રાખી હતી.
  • યુકેમાં તા. 27ના રોજ 91,743, તા. 28ના રોજ 90,629 અને તા. 30ને ગુરુવારે દૈનિક 119,789 કોવિડ ચેપ નોંધાયા હતા.
  • ઓમિક્રોનના કારણે એક સપ્તાહમાં લંડનમાં 44 ટકાનો ઉછાળો જોવા સાથે, હોસ્પિટલમાં પ્રવેશ વધ્યો હતો.
  • કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત લોકોને એક રાત કે તેથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા 70 ટકા જેટલી ઓછી છે.
  • ઓમિક્રોન નિદાનના 28 દિવસમાં 14 લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે, જેમની ઉંમર 52-96 વર્ષની વચ્ચે છે.
  • હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે આ રોગચાળા દરમિયાન NHSને દરેક વળાંક પર સમર્થન આપનાર, લોકોને જરૂરી સંભાળ અને સારવાર પૂરી પાડનાર ફ્રન્ટલાઈનના આરોગ્ય કર્મચારીઓના અથાક પ્રયાસો બદલ આભાર માન્યો હતો.
  • ઇઝરાયેલ રસીનો ચોથો ડોઝ આનાર પ્રથમ દેશ બનવાની તૈયારીમાં છે, ત્યારબાદ જર્મની આવે છે.
  • NHS સ્ટાફે સમગ્ર આરોગ્ય સેવામાં વધારાના 4,000 બેડ પૂરા પાડવા માટે ક્રિસમસ દરમિયાન તૈયારી કરી હતી.