પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

NHS વડાએ ઓમિક્રોન સાથે કોવિડ દર્દીઓના અનુમાનિત પ્રવાહની સારવાર માટે ઇંગ્લેન્ડની હોસ્પિટલોમાં આઠ નવા નાઇટીંગેલ હબ ખોલવાની યોજના જાહેર કરી છે.

પ્રથમ આઠ હબ રોયલ પ્રેસ્ટન હોસ્પિટલ, સેન્ટ જેમ્સ લીડ્સ, સોલિહલ હોસ્પિટલ, યુનિવર્સિટી હોસ્પિટલ્સ બર્મિંગહામ, યુનિવર્સિટી હોસ્પિટલ્સ લેસ્ટર, સ્ટીવનેજમાં લિસ્ટર હોસ્પિટલ, સાઉથ લંડનમાં સેન્ટ જ્યોર્જીસ હોસ્પિટલ, એશફર્ડમાં વિલિયમ હાર્વે હોસ્પિટલ અને નોર્થ બ્રિસ્ટોલ હોસ્પિટલમાં શરૂ હશે.

તેના અસ્થાયી માળખામાં 100 બેડ હશે. આ હબ હોસ્પિટલ સ્ટાફ અને કટોકટીની સંભાળ માટે જરૂરી સાધનોની નજીક હશે. NHS ટ્રસ્ટોને હબ માટે જીમ અને એજ્યુકેશન સેન્ટર જેવા વિસ્તારોને ઓળખવા માટે કહેવામાં આવ્યું છે. હોસ્પિટલો શક્ય તેટલા લોકોને રજા આપવા માટે હોટલ, હોસ્પીસ અને કેર હોમનો ઉપયોગ કરી રહી છે. હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે કહ્યું હતું કે “અમે આશા રાખીએ છીએ કે હોસ્પિટલોમાં નાઇટીંગેલ સર્જ હબનો ઉપયોગ કરવો પડશે નહીં. પરંતુ અમે તમામ તૈયારી કરીએ છીએ અને ક્ષમતા વધારીએ છીએ.”

આ એકમોનું નેતૃત્વ હોસ્પિટલના સલાહકારો અને નર્સો દ્વારા કરવામાં આવશે.