પ્રતિક તસવીર (Photo credit should read NIKLAS HALLE'N/AFP/Getty Images)

ટેસ્કોના વિદાય થઇ રહેલા સીઇઓ ડેવ લુઇસે અન્નનો બગાડ આટકાવવા હાકલ કરી જણાવ્યું હતું કે આ રોગચાળાએ આપણને નવા પગલા લેવા માટે તક પૂરી પાડી છે અને ખોરાકના બગાડનો સામનો કરવા દર પેઢીએ એક વખત આવેલી તક ઝડપી લેવી જોઇએ. વિશ્વનો ત્રીજા ભાગનો ખોરાક ફેંકી દેવામાં આવે છે અને આ બગાડેલો ખોરાક 8% જેટલું ગ્રીનહાઉસનું ઉત્સર્જન કરે છે.

આવતા અઠવાડિયે પદ છોડનારા ડેવ લુઇસે કંપનીઓને તેમના બિઝનેસ અને સપ્લાય ચેઇનમાં નિયમિતપણે રીપોર્ટ કરવા અને સંયુક્ત રાષ્ટ્રના પાંચ વર્ષ પહેલાં નિર્ધારિત કરાયેલા લક્ષ્યને પહોંચી વળવા કાર્યવાહી કરવાની હાકલ કરી હતી. જેથી વર્ષ 2030 સુધીમાં ખોરાકનો બગાડ અડધો કરી શકાય.

ડેવ લુઇસ વિશ્વભરની કંપનીઓ, ખાદ્ય નિષ્ણાતો અને કેમ્પેઇન ગૃપ્સના અધ્યક્ષ છે જેમણે યુએનના લક્ષ્યાંકનો અમલ કરવાનું વચન આપ્યું છે. તેમાં કેલોગ, યુનિલિવર, નેસ્લે, રિટેલર્સ આઈકીયા, ક્રોગર, વોલમાર્ટ, મેટ્રો અને પર્યાવરણ ચેરીટી ડબલ્યુડબલ્યુએફ શામેલ છે.

યુકેમાં નક્કર પ્રયત્નોને કારણે 2007થી ફૂડ વેસ્ટમાં 27 ટકાનો ઘટાડો કર્યો છે જેના કારણે વર્ષમાં લગભગ £4.7 બિલીયનની બચત થાય છે. ટેસ્કોએ વૈશ્વિક સ્તરે તેના પોતાના ફૂડ વેસ્ટમાં 45,000 ટનનો અને પોતાના 71 સપ્લાયરો સાથે મળીને ત્રણ વર્ષમાં સામૂહિક રૂપે 155,000 ટનનો ફૂડ વેસ્ટ ઘટાડ્યો હતો.