(PTI Photo

પાકિસ્તાનમાં પ્રથમ વખત એક હિન્દુ મહિલાએ આઠ ફેબ્રુઆરી 2024એ યોજાનારી જનરલ ઇલેક્શન માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બુનેર જિલ્લાની આ  હિન્દુ મહિલા સવીરા પ્રકાશે બુનેર જિલ્લાની PK-25ની સામાન્ય બેઠક માટે સત્તાવાર રીતે તેમનું ઉમેદવારી પત્ર સબમિટ કર્યું છે.

હિંદુ સમુદાય વતી ચૂંટણી લડનાર સવીરા પ્રકાશ તેના પિતાના પગલે ચાલીને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ની ટિકિટ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. સવીરા પ્રકાશના પિતાનું નામ ઓમપ્રકાશ છે, જેઓ નિવૃત્ત ડોક્ટર છે. તેઓ અગાઉ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સભ્ય પણ રહી ચૂક્યા છે.

સવીરા પ્રકાશે  2022માં ખૈબર પખ્તુનખ્વાના એબોટાબાદ ઇન્ટરનેશનલ મેડિકલ કોલેજમાંથી MBBS પૂર્ણ કર્યું હતું. તેઓ બુનેરમાં પીપીપી (પાકિસ્તાન પીપલ્સ પાર્ટી)ની મહિલા પાંખની જનરલ સેક્રેટરી છે. જો સમર્થન મળે તો તે સામાન્ય બેઠક પર ચૂંટણી લડનાર બુનેરથી પ્રથમ મહિલા બની શકે છે.

રીપોર્ટ મુજબ  કૌમી વતન પાર્ટી સાથે જોડાયેલા ખૈબર પખ્તુનખ્વાંના સ્થાનિક નેતા સલીમ ખાને કહ્યું કે સવીરા પ્રકાશ બુનેરથી સામાન્ય બેઠક પર આગામી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ સબમિટ કરનાર પ્રથમ મહિલા બની ગઈ છે. તેમણે મહિલા વિંગના મહાસચિવ તરીકે કામ કરતી વખતે જ સમાજ કલ્યાણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી ચૂકી હતી.

 

LEAVE A REPLY

twelve + ten =