સાઉથ કોરિયાની એક કોર્ટે 21 જાન્યુઆરીએ આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, તત્કાલીન પ્રેસિડેન્ટ યૂન સુક યેઓલ દ્વારા માર્શલ લો લાદવામાં આવ્યો તે બળવો હતો, અને તેમાં સામેલ થવા માટે તેમના વડાપ્રધાન હેન ડક-સૂને 23 વર્ષની જેલની સજા ફટકારવામાં આવે છે. ડિસેમ્બર 2024માં માર્શલ લો લાદવાના મુદ્દે બળવાના આરોપોમાં યુન એડમિનિસ્ટ્રેશનમાં દોષિત ઠરનારા ભૂતપૂર્વ વડાપ્રધાન હેન ડક-સૂ પ્રથમ અધિકારી બન્યા છે. આ ચુકાદાને પગલે જેમની સામે બળવાનો આરોપ છે તેવા યૂન અને તેમના અન્ય સહયોગીઓને પણ નવા આદેશમાં સજા થવાની સંભાવના છે. વડાપ્રધાન હેન ડક સૂનો પ્રેસિડેન્ટ યુનના મહાભિયોગ અને અંતે તેમને પદ પરથી દૂર કરવા માટે લાદવામાં આવેલા માર્શલ લોના સંકટ દરમિયાન કાર્યરત ત્રણ રખેવાળ સત્તાધિકારીઓમાં સમાવેશ થાય છે. સાઉથ કોરિયામાં સૌથી ગંભીર ગુનાઇત આરોપોમાં આ બળવાને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં તાજેતરમાં એક સ્વતંત્ર વકીલે બળવો કરનાર યૂનને મૃત્યુદંડ આપવાની માગણી કરી હતી. ધ સીઓલ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ 19 ફેબ્રુઆરીના રોજ આ કેસમાં ચુકાદો આપશે.













