ફ્રાન્સના લિયોન શહેરના ચર્ચમાં 31 ઓક્ટોબર 2020ના રોજ ગ્રીક ઓર્થોડોક્સ પાદરી પરના હુમલા બાદ પોલીસ બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો હતો. REUTERS/Cecile Mantovani

ફ્રાન્સના લિયોન શહેરમાં શનિવારે ઓર્થોડોક્સ ચર્ચની બહાર એક પાદરીને ગોળી મારવામાં આવી હતી. પાદરી ચર્ચ બંધ કરી રહ્યા હતા ત્યારે તેમના પર બે વખત ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાદરીને ગંભીર રીતે ઘાયલ કરીને હુમલાખોર ભાગી ગયો હતો. પોલીસ શંકમંદ હુમલાખોરની ધરપકડ કરી હતી.

ઘાયલ પાદરીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. પોલીસે ચર્ચની આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી લીધી હતી. સાથે જ સોશિયલ મીડિયા પર ચેતવણી મૂકી છે કે લોકો આ વિસ્તારથી દૂર રહે. હુમલાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટના અન્ય એક ફ્રેન્ચ શહેર નાઇસમાં પાદરીને ચાકુ મારવાની ઘટનાના બે દિવસ પછી થઈ છે. એક ઇસ્લામિક કટ્ટરપંથીએ આ હુમલો કર્યો હતો.

થોડા દિવસ પહેલા ફ્રાન્સમાં પયગંબર સાહેબના કાર્ટૂનને ક્લાસમાં બતાવનાર એક હિસ્ટ્રી શિક્ષકાની હત્યા કરાઈ હતી. આ પછી બીજા એક હુમલામાં ત્રણ વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. સરકાર ફ્રાન્સમાં ઈસ્લામિક સંગઠનો સામે કડક કાર્યવાહી કરી રહી છે. વિશ્વમાં ઘણા મુસ્લિમ દેશોમાં ફ્રાન્સની ટીકા થઈ રહી છે અને તેની સામે પ્રદર્શનો પણ થઈ રહ્યા છે.