ફ્યુઅલની કિંમતની નિર્ધારણ વ્યૂહરચના અને “અસ્પષ્ટ” ફાયર-એન્ડ-રિહાયર નીતિ અંગેની “વિસંગતતાઓ” ઉભરી આવ્યા પછી સુપરમાર્કેટ આસ્ડાએ પેટ્રોલ અને ડીઝલના જથ્થાબંધ ભાવોમાં થયેલા ઘટાડાને તેમના ગ્રાહકો સુધી નહિં પહોંચાડતા આસ્ડાના માલિકોને સાંસદો સમક્ષ હાજર થવા માટે સમન્સ આપવામાં આવ્યો છે.

કોમન્સની વ્યાપાર અને વેપાર સમિતિએ આસ્ડાના સહ-માલિક મોહસીન ઈસાને સુપરમાર્કેટ ચેઈનના ચીફ કોમર્શિયલ ઓફિસર દ્વારા ઈંધણ અને ખાદ્યપદાર્થોની કિંમતોના ફુગાવા અંગે કરેલી ટિપ્પણીઓ અંગે “ચિંતા” કરતો પત્ર લખ્યો છે.

સમિતિના અધ્યક્ષ ડેરેન જોન્સે જણાવ્યું હતું કે ક્રિસ કોમરફોર્ડે ઈંધણના ભાવો અંગે આપેલા પુરાવા અને આ અઠવાડિયે પ્રકાશિત થયેલ કોમ્પીટીશન વોચડોગ માર્કેટ સ્ટડી વચ્ચે “સ્પષ્ટ વિસંગતતાઓ” જણાઇ છે. કોમરફોર્ડે દાવો કર્યો હતો કે આસ્ડાની ફ્યુઅલ પ્રાઇસીંગ સ્ટ્રેટેજી પોલીસી બદલાઈ નથી, પરંતુ રેગ્યુલેટર્સને આસ્ડા પાસેથી “સ્પર્ધાત્મક કિંમતોમાં નોંધપાત્ર નબળાઈ” જોવા મળી છે.

કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટીએ શોધી કાઢ્યું હતું કે આસ્ડાએ નફાના માર્જિનમાં વધારો કરતા ડ્રાઇવરોને ગયા વર્ષે સુપરમાર્કેટ્સમાં ફ્યુઅલ માટે વધારાના 6 પેન્સ પ્રતિ લિટર ચૂકવવાની ફરજ પડી હતી. જેને પગલે કુલ £900 મિલિયન વધુ નફો મળ્યો હતો. તપાસમાં સમયસર સંબંધિત માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ રહેવા બદલ વોચડોગે આસ્ડાને £60,000નો દંડ પણ ફટકાર્યો હતો.

LEAVE A REPLY

ten − three =