નાના એશિયન બિઝનેસીસને ટેકો આપવા લોર્ડ ગઢીયાની અપીલ

0
508

કોવિડ-19 રોગચાળા દરમિયાન ગયા મહિને અમલમાં મૂકાયેલા લોકડાઉન પગલાઓના કારણે લોકો સંઘર્ષ કરે છે ત્યારે ટકી રહેવા અને આર્થિક રીતે સ્થિર રહેવા માટે મથી રહેલા સ્થાનિક સ્ટોર્સ, કરી હાઉસ અને રેસ્ટૉરન્ટ સહિત એશિયન બિઝનેસીસને ટેકો આપવા કોન્ઝરવેટિવ પીઅર લોર્ડ ગઢીયા અને સર જોનાથન સાયમન્ડ્સ સીબીઇ દ્વારા સમુદાયોને વિનંતી કરવામાં આવી છે. સરકારે લોન, કર રાહત અને રોકડ અનુદાન જરૂરિયાતમંદ લોકોને ઉપલબ્ધ કરાવી છે.

ઇન્વેસ્ટમેંટ બેંકર અને લોર્ડ જીતેશ ગઢીયાએ મંગળવારે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે “અમુક પ્રકારના રિટેલરોને અને કન્વીનીયન્સ સ્ટોર્સને વેપાર કરવાની મંજૂરી છે. આવા સમયે આપણે આવશ્યક જરૂરિયાતો માટે સ્થાનિક સ્ટોર્સને ટેકો આપવા સૌને પ્રોત્સાહિત કરવા પડશે અને લોકો આપણુ અનુકરણ કરે તે માટે પહેલ કરવી જોઈએ.”

લોર્ડ ગઢીયા અને સર જોનાથન સાયમન્ડ્સ સીબીઇ દ્વારા એક ડીસ્કસન પેપર પ્રકાશીત કરવામાં આવ્યુ હતુ. જેમાં તેમણે યુકે માટે રીઓપનીંગ સ્ટ્રેટેજીની ચર્ચા કરી હતી. ગ્રેજ્યુએટેડ, ફેઝ્ડ અને રીસ્ક બેઝ્ડ એપ્રોચ અંગે આ પેપરમાં રૂપરેખા આપતા તેમણે નોંધ્યું હતુ કે યુકેનું લક્ષ્ય ‘સ્ટોપ-સ્ટાર્ટ ઇકોનોમી’ ટાળવાનુ હોવુ જોઈએ જે જાહેર મનોબળને વેગ આપે. સત્તાવાળાઓએ આગામી 12-18 મહિના માટે કોવિડ-19 સાથે જીવવાની યોજના બનાવવી જોઈએ.

તેમણે સૂચન કર્યું હતું કે ‘’અર્થવ્યવસ્થાને ફરીથી શરૂ કરવા માટે પ્રારંભિક ધ્યાન એવા ક્ષેત્રો પર આપવું જોઈએ કે જે “લઘુત્તમ જોખમ સાથે સૌથી વધુ ગુણાંકમાં અસર કરે. તેમાં કોફી શોપ્સ અને રેસ્ટૉરન્ટ્સ શામેલ છે જે ખેતીને ટેકો આપે છે.’’

તેમણે યુવા પેઢીને ફરીથી અર્થતંત્રમાં મુક્ત કરવાની અને મુખ્ય કામદારોને અગ્રતા તરીકે મુક્ત કરવા માટે શાળાઓ ફરીથી ખોલવાની ભલામણ પણ કરી હતી.

લોર્ડ ગઢીયાએ જણાવ્યુ હતુ કે ‘’સરકારની માર્ગદર્શિકા અને મુખ્ય સંદેશાઓએ લોકોને એટલી હદે અસર કરી છે કે અધિકારીઓએ કાળજીપૂર્વક વર્તનને વિપરીત કરવાની જરૂર પડશે. અન્યથા લોકો સામાન્ય રીતે સમાજમાં હરતા ફરતા ડરશે. કેટલાકનો આત્મવિશ્વાસ વધારવાના પગલાં લેવાની જરૂર રહેશે. આમ વધુ ભીડ ન થાય, શારીરિક અંતર જળવાઈ રહે તેમજ જેમને બહાર જવાની જરૂર હોય તેમને માટે વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો (પી.પી.ઇ.) પૂરા પાડવા જોઇએ.  લોકડાઉન ખોલવાના પગલાઓની ચર્ચા કરવામાં આવે અને દુકાનો અને વ્યવસાયો ફરીથી ખોલeતા હોય ત્યારે સ્વાસ્થ્યના જોખમો અને સામાજિક અંતરને ધ્યાનમાં લેવું જોઈએ. મોટા સ્ટોર્સ પહેલા ખોલશે કારણ કે ગ્રાહકો સામાજીક અંતર જાળવી શકે. કેટલાક રિટેલરોએ પેમેન્ટ કાઉન્ટર્સ પર પર્પ્લેક્સ સ્ક્રીન પણ મૂકવી જરૂરી છે.’’

ભિઝનેસીસને નાણાં આપવા અંગે તેમણે સ્વીકાર્યું હતુ કે કેટલીક નાણાકીય સહાય યોજનાઓનું સંચાલન કરવું એ “પડકારજનક” હતું. દાખલા તરીકે કોરોનાવાયરસ વ્યાપાર વિક્ષેપ લોન યોજના (સીબીઆઈએલએસ). બેન્કોએ અરજીઓની પ્રક્રિયા ઝડપી બનાવવાની જરૂર હતી. કેમ કે ઘણા બિઝનેસીસને લોન માટે લાંબી રાહ જોવી પડી હતી. ભંડોળ માંગનારા બિઝનેસની સંખ્યા અને તે પ્રાપ્ત કરનારાઓ વચ્ચે હજી મોટુ અંતર છે. મંદીના સૌથી ખરાબ અસર હોસ્પીટીલીટી, ટુરીઝમ અને લેઝર સેક્ટરમાં થશે.’’

સ્ટ્રેટેજી પેપરમાં લોર્ડ ગઢીયાએ આંતરરાષ્ટ્રીય મુસાફરી અને યુકેની સરહદો પર કડક હેલ્થ ચેક, કોરેન્ટાઇન માટેની કાર્યવાહી જરૂરી જણાવી હતી. દુર્ભાગ્યવશ આ ક્ષેત્રો એવા છે જેને રીકવર થવામાં લાંબો સમય થશે. આ ક્ષેત્રો પહેલેથી જ સખત અસરગ્રસ્ત છે.”