ગાંધીનગર ખાતેનું પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર (ફાઇલ ફોટો (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરને આશરે 7 મહિનાના સમયગાળા બાદ 25મી ઓક્ટોબરથી ખુલ્લુ મુકાશે. કોરોના મહામારીને પગલે 19 માર્ચથી જ દર્શન, સત્સંગ વગેરે માટે મંદિરને બંધ કરવામાં આવ્યું હતું.25 ઓક્ટોબરથી સાંજે 5થી 7.30 સુધી દર્શન કરી શકાશે.

અક્ષરધામ મંદિરમાં થર્મલ ગન વડે ટેમ્પરેચર ચેક કરી હેન્ડ સેનેટાઈઝ કર્યા બાદ માસ્ક સાથે જ લોકોને પ્રવેશ આપવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સનું ફરજ પાલન કરવું પડશે. મંદિરની સાથે સાથે બુક્સ- ગિફ્ટસ સ્ટોર, ગાર્ડન અને ફૂડ કોર્ટ પણ શરૂ કરવામાં આવશે. જો કે મંદિર તરફથી હાલમાં દરેક એક્ઝિબિશન અને અભિષેક મંડપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.