(ANI Photo)

ભારતમાં આશરે 1,000 વિઝિટર વિઝાના અરજદારોના ઇન્ટરવ્યુ માટેની એમ્બેસીની કોન્સ્યુલર ટીમમાં ભારત ખાતેના અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટ્ટી પણ જોડાયા હતાં. નવી દિલ્હીમાં યુએસ એમ્બેસીએ ‘સુપર સેટરડે’ વિઝા પ્રોસેસિંગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને એમ્બેસીની ટીમને મદદ કરવા માટે રાજદૂત જોડાયા હતા. વિઝા પ્રોસેસને ઝડપી બનાવવા માટે 2024માં આવા કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આ ઉપરાંત મુંબઈમાં વાણિજ્ય દૂતાવાસે પણ  9 માર્ચે તેના દરવાજા ખોલ્યા હતાં. એમ્બેસેડર ગાર્સેટ્ટીએ જણાવ્યું હતું કે યુએસ-ભારત ભાગીદારીનો પાયો સંબંધોનું નેટવર્ક છે. અમેરિકામાં કામ કરતા, મુસાફરી કરતા અને અભ્યાસ કરતાં લોકો આવું નેટવર્ક બનાવે છે.

યુએસ એમ્બેસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં યુએસ એમ્બેસીએ 1,000થી વધુ વિઝિટર વિઝા અરજદારોના ઇન્ટરવ્યુ માટે શનિવાર 9 માર્ચ, 2024એ તેના દરવાજા ખુલ્લા રાખ્યા હતા. રાજદૂત ગાર્સેટ્ટી ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન પ્રોસેસમાં મદદ કરવા એમ્બેસી ટીમમાં જોડાયા હતાં.

ગાર્સેટ્ટીએ જણાવ્યું હતું કે વિઝા પ્રક્રિયાને સરળ બનાવવા અને લોકો-થી-લોકોના મહત્વપૂર્ણ જોડાણોને સમર્થન આપવા માટે અમે શક્ય તેટલું બધું કરી રહ્યા છીએ. ભારતમાં યુએસ મિશન અભૂતપૂર્વ માંગને પહોંચી વળવા અને પહેલા કરતાં વધુ વિઝા પ્રોસેસ કરવા કરવા માટે સ્ટાફમાં વધારો કર્યો છે અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. 2023માં ભારતમાં યુએસ એમ્બેસી અને કોન્સ્યુલેટ્સે રેકોર્ડ 1.4 મિલિયન વિઝા પ્રોસેસ કર્યા હતા.

 

 

LEAVE A REPLY

10 + 14 =