ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને દિલ્હીમાંથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીર (ANI Photo)

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને દિલ્હીમાંથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા ઈ-મેઈલ બાદ દિલ્હી પોલીસે ગૌતમ ગંભીરના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે.

દિલ્હી પોલીસને લખેલા પત્રમાં ગૌતમ ગંભીરે જણાવ્યું છે કે, તેમને મંગળવારે રાત્રે 9 વાગીને 32 મિનિટે એક ધમકીભર્યો ઈ-મેઈલ આવ્યો હતો. લેટરમાં ગૌતમ ગંભીર અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ગૌતમ ગંભીરે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આ ધમકી તેમના ઓફિશિયલ ઈ-મેઈલ આઈડી પર મોકલવામાં આવ્યો છે.

ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે જણાવ્યું કે, ગૌતમ ગંભીરને ધમકીભર્યો ઈ-મેઈલ આઈએસઆઈએસ કાશ્મીર તરફથી મળ્યો છે. તેમણે જણાવ્યું કે આ બાબતની વધારે તપાસ થઈ રહી છે. ગૌતમ ગંભીરે દિલ્હી પોલીસને આ બાબતે જાણકારી આપી છે. ગૌતમ ગંભીરે ફરિયાદ કરી છે કે આઈએસઆઈએસ કાશ્મીર તરફથી તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.