બોલિવૂડ એક્ટર સલમાન ખાન 25 સપ્ટેમ્બરના રોજ ટીવી શો બિગ બોસ સિઝન 14ના સેટ પર ડાન્સ કરી રહ્યો છે. (ANI Photo)

‘બિગબોસ’માં ક્યારેય વિવાદ ન થાય તે અત્યાર સુધી શક્ય બન્યું જ નથી. એ ઘર સભ્યો વચ્ચે હંમેશા એક્શન સીન જોવા મળે છે. તાતેજરમાં બિગ બોસ-15માં અફસાના ખાને તોફાન મચાવ્યું હતું. અફસાનાએ હાથમાં ચપ્પુ લઈને પોતાને નુકસાન મારવાની ધમકી આપી હતી. તેને કોઇ બાબતે રાજીવ આડતીયા સાથે ઝઘડો થયો હતો. જો રાજીવ નજીક આવશે તો તે પોતાનું શર્ટ ઊંચું કરી નાખશે તેવી ધમકી અફસાનાએ આપી હતી. શમિતા શેટ્ટીએ રાજીવને ભડકાવ્યો હોવાનો આરોપ પણ તેણે મૂક્યો હતો. શમિતાએ તેની માનસિક સ્થિતિ અંગે ટિપ્પણી કરતા તેણે ખુરશી અને વોટર બોટલ ફેંકી ચપ્પુ હાથમાં લીધું હતું. આથી અફસાનાને બિગ બોસ હાઉસ છોડવા જણાવાયું હતું, પરંતુ તેણે ઘર નહી છોડતાં ક્રૂ મેમ્બર્સને મોકલી તેને બહાર કાઢવામાં આવી હતી.