પ્રતિક તસવીર

બીબીસીના ભૂતપૂર્વ પ્રસ્તુતકર્તા એન્ડ્ર્યૂ નેઇલની આગેવાની હેઠળ બ્રિટનની નવી કરંટ અફેર્સ ચેનલ જીબી ન્યૂઝ ધામધૂમ સાથે શરૂ થનાર છે. જેમાં કિર્સ્ટી ગેલાકર અને મિશેલ ડ્યુબેરી જીબી ન્યૂઝના પ્રસ્તુતકર્તાઓ તરીકે જોડાવા માટે સહમત થયા છે. ચેનલનો વેસ્ટ લંડન સ્થિત સ્ટુડિયો હજૂ તૈયાર થયો નથી અને રિહર્સલ ચાલુ હોવાને કારણે જીબી ન્યૂઝના પ્રથમ પ્રસારણનો ચોક્કસ સમય નક્કી થયો નથી. પરંતુ અટકળો છે કે તે મે મહિનાના અંત પહેલા શરૂ થશે.

ચેનલ ફ્રીવ્યુ અને ફ્રીસેટ પર જોઇ શકાશે. તે રોલિંગ કવરેજ પર નહીં, પરંતુ સમાચાર, અભિપ્રાય અને ચર્ચાના મિશ્રણ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને દિવસને “સમાચાર આધારિત કાર્યક્રમો”માં વહેંચવામાં આવશે. તેઓ યુએસની MSNBC ફોક્સ ન્યૂઝની રીતભાતને અનુસરશે.