(PTI17-08-2020_000104B)

રેસ એન્ડ એથનિક ડેસ્પેરીટીઝના અધ્યક્ષ ડો. ટોની સીવેલના જણાવ્યા મુજબ ધાર્મિક રીતે થયેલો ઉછેર બાળકોને શિસ્તની ભાવના વિકસાવવામાં મદદ કરી શકે છે.

એજ્યુકેશન સિલેક્ટ કમિટીના સાંસદોને સંબોધન કરતાં ડૉ. સીવેલે કહ્યું હતું કે ‘’વંશીય લઘુમતી વિદ્યાર્થીઓ ધાર્મિક વિધિઓ માટે ટેવાયેલા ન હોવાથી ઑક્સફર્ડ અથવા કેમ્બ્રિજ ખાતે “એકલતા” અનુભવે તેવી સંભાવના છે તેવી સ્ટીરીયોટાઇપ ધારણા સાથે હું સહમત નથી. મને લાગે છે કે ધર્મની સકારાત્મક અસર થઈ શકે છે. ખાસ કરીને એથનિક માઇનોરીટીના વિધ્યાર્થીઓ માટે. ધર્મ પણ શિસ્તમાં મદદ કરે છે.” તેમણે દાવો કર્યો હતો કે વંશીય લઘુમતીઓના ધાર્મિક વિદ્યાર્થી ઓક્સબ્રીજની પરંપરાઓ માટે સજ્જ છે, જેમ કે ઔપચારિક ડિનર.

જીવનની શક્યતા પર ભૂગોળ, પારિવારિક પ્રભાવ, સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિ, સંસ્કૃતિ અને ધર્મની અસર જાતિવાદ કરતા વધારે કરે છે એવા કમિશનના મંતવ્ય બાદ તેમણે આ કોમેન્ટ કરી હતી.