ગીતા ગોપીનાથ
(Photo by JIM WATSON/AFP via Getty Images)

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહેલા ભારતીય-અમેરિકન અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે જણાવ્યું હતું કે તેઓ પહેલી સપ્ટેમ્બરથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે ફરી જોડાઈ રહ્યા છે.

IMFના ઇતિહાસમાં પ્રથમ મહિલા મુખ્ય અર્થશાસ્ત્રી ગોપીનાથે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે IMFમાં લગભગ 7 અદભૂત વર્ષો પછી મેં મારા શૈક્ષણિક મૂળ તરફ પાછા ફરવાનું નક્કી કર્યું છે.

ગોપીનાથ જાન્યુઆરી 2019માં IMFમાં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે જોડાયા હતાં અને જાન્યુઆરી 2022માં તેમને પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટરના પદ પર બઢતી આપવામાં આવી હતી. IMFમાં જોડાતા પહેલા, ગોપીનાથ હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ (2005-22)માં ઇન્ટરનેશનલ સ્ટડીઝ અને અર્થશાસ્ત્રના જોન ઝ્વાન્સ્ટ્રા પ્રોફેસર હતા અને તે પહેલાં તેઓ શિકાગો યુનિવર્સિટીના બૂથ સ્કૂલ ઓફ બિઝનેસ (2001-05)માં અર્થશાસ્ત્રના સહાયક પ્રોફેસર હતાં.

IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ગોપીનાથને “ઉત્તમ સાથીદાર – એક અપવાદરૂપ બૌદ્ધિક નેતા, ફંડના મિશન અને સભ્યો પ્રત્યે સમર્પિત, અને એક શાનદાર મેનેજર તરીકે ઓળખાવ્યાં હતાં. aff.”

LEAVE A REPLY