ગુજરાતના સાપુતારા હિલ સ્ટેશન ખાતે 26 જુલાઈથી 17 ઓગસ્ટ સુધી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025’ યોજાશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 26 જુલાઈએ 9 કલાકે ફેસ્ટિવલનો શુભારંભ કરાવશે. રંગારંગ ફેસ્ટિવલના પ્રથમ દિવસે સવારે ૯.૦૦ કલાકે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ થીમ પર ગુજરાત સહિત ૧૩ રાજ્યોના ૩૫૪ કલાકારો દ્વારા ભવ્ય ‘ફોક કાર્નિવલ પરેડ’ યોજાશે.
ફેસ્ટિવલના 23 દિવસ દરમિયાન દર સપ્તાહના અંતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં રંગારંગ ઉદ્ઘાટન-સ્ટેજ કાર્યક્રમમાં ગુજરાત, તમિલનાડુ, કેરલ, મણિપુર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, કર્ણાટક, અને હરિયાણાના કુલ 87 કલાકારો દ્વારા ડાંગી, બેડા ગરબા, હોલી ડાન્સ, મણિયારો, યશગાના, પુંગ, રૌફ, ટિપ્પણી, ભરતનાટ્યમ, મોહોનીઅટ્ટમ, નાટી, કથકલી, મણિપુરી રાસ, લાંગા, કલબેલિયા, ડોલુકુનીથા, ધાન્ગ્રી, ભાંગડા, ઘુમ્મર, છાઉ ડાન્સ, બિહુ અને કથક જેવા નૃત્યો પ્રસ્તુત કરાશે.
પ્રથમ સપ્તાહમાં ‘ટ્રાઇબલ હેરિટેજ’ વીકનું ભવ્ય આયોજન કરાયું છે. ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા “ઓપરેશન સિંદૂર” વિશેની જાણકા
