Getty Images)

નવેંબરમાં તોળાઇ રહેલી અમેરિકી પ્રમુખની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે નોકરીઓમાં અમેરિકી યુવાનોને અગ્રતા આપો. આ પગલું અમેરિકી યુવાનો માટે ભલે સારું હોય. H-1B વીઝાધારકોને આ નિર્ણયથી નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા હતી.

સોમવારે ટ્રમ્પે આ અંગેના આદેશ પર સહી સિક્કા કર્યા હતા. આ નિર્ણયથી H-1B વીઝાધારકોને આંચકો લાગ્યો હતો. વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળી યુવાનો દુનિયાભરમાંથી H-1B વીઝા હેઠળ અમેરિકામાં સારી નોકરી મેળવવા માટે પ્રયાસો કરતા હોય છે.

આ નિર્ણયનો બચાવ કરતાં અમેરિકાના શ્રમ પ્રધાને એવો દાવો કર્યો હતો કે H-1B વીઝાના નામે થતી છેતરપીંડી રોકવા અને અમેરિકી યુવાનોનું ભાવિ ઉજ્જવળ કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું હતું. સાથોસાથ અમેરિકાએ ટીકટૉકને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે કાં તો તમારી કંપની અમેરિકામાં વેચી દો અથવા અમેરિકામાં સપ્ટેંબરથી તમારો કારભાર સમેટી લો.

ટીકટૉક ખરીદવા માટે માઇક્રોસોફ્ટ અને બાઇટડાન્સ વચ્ચે વાટાઘાટો ચાલી રહી હોવાના અહેવાલો હતા. ટ્રમ્પે કહ્યું કે સોએ સો ટકા હિસ્સો અમેરિકા પાસે રહેવો જોઇએ જેથી અમેરિકી સરકારની તિજોરી પણ ભરાતી રહે. તેમણે કહ્યું કે મારે આ અંગે માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલા સાથે વાત પણ થઇ ચૂકી હતી.

અત્યાર અગાઉજ ટ્રમ્પે કહ્યું હતું કે કોરોનાના કારણે બેકાર થયેલા અમેરિકી યુવાનોને નોકરી મળે એ માટે આ વર્ષની આખર સુધી H-1B વીઝા સસ્પેન્ડ કરવાની અમારી યોજના છે. વાસ્તવમાં રાજકીય સમીક્ષકો માને છે કે નવેંબરમાં આવી રહેલી પ્રમુખની ચૂંટણી ટાળવા માટે અથવા એને મોડી કરવાના પ્રયાસો રૂપે ટ્રમ્પ આવાં પગલાં લઇ રહ્યાં હતાં.
અત્યારે આખી દુનિયામાં કોરોનાના સૌથી વધુ કેસ અને કોરોનાના પગલે થયેલા મૃત્યુનો સૌથી મોટો આંકડો અમેરિકામાં સર્જાયો હતો. કોરોનાનો ફેલાવો રોકવામાં ટ્ર્મ્પ વહીવટી તંત્રને નિષ્ફળતા મળી હતી.