REUTERS/Francis Mascarenhas

ક્રિકેટ વિશ્વ મંગળવારે મેક્સવેલ વાવાઝોડાનું સાક્ષી બન્યું હતું. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડરે વર્લ્ડ કપની મેચમાં અફઘાનિસ્તાન સામે 201 રનની અવિશ્વસનીય અણનમ ઇનિંગ સાથે અનેક રેકોર્ડ ધરાશાયી કર્યાં હતાં.

આ ધુંઆધાર બેટિંગ સાથે મેક્સવેલે અફઘાનિસ્તાન પર ચમત્કારિક જીત મેળવવામાં ઓસીઝને મદદ કરી હતી. મેક્સવેલે 128 બોલમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી અણનમ 201 રન બનાવ્યા હતા. તેને 157થી વધુના સ્ટ્રાઈક રેટ રન કરીને ક્રિકેટ કારકિર્દીમાં ઘણા નવા સીમાચિહ્નો હાંસલ કરીને ઇતિહાસ રચ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેની આ પ્રથમ વનડે બેવડી સદી છે અને 50 ઓવરની ક્રિકેટમાં બેવડી સદીની એકંદરે 11મી ઘટના છે. મેક્સવેલે 2011માં બાંગ્લાદેશ સામે શેન વોટસનના 185* રનને પાછળ છોડી દીધા હતાં. આ ODI રન ચેઝમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર પણ છે. અહીં, મેક્સવેલે પાકિસ્તાનના ફખર ઝમાનને રેકોર્ડ તોડ્યો હતો.ઝમાને 2021માં દક્ષિણ આફ્રિકા સામે 193 રન બનાવ્યા હતા.

મેક્સવેલનું 201* ODI ક્રિકેટ વર્લ્ડ કપમાં બેવડી સદીની ત્રીજી ઘટના છે. અગાઉ ક્રિસ ગેલે 2015માં ઝિમ્બાબ્વે સામે 215 અને માર્ટિન ગુપ્ટિલે 2015માં વેસ્ટ ઈન્ડિઝ સામે 237 કર્યાં હતા.

મેક્સવેલ અને સુકાની પેટ કમિન્સ (12*) વચ્ચે 202 રનની ભાગીદારી ODIમાં સાતમી વિકેટ અથવા તેનાથી ઓછી વિકેટ માટે અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી છે.

મેક્સવેલે માત્ર 128 બોલમાં તેની બેવડી સદી પૂરી કરી હતી અને તેને વનડેમાં બીજી સૌથી ઝડપી બેવડી સદી બનાવી. ભારતના ઈશાન કિશને ગયા વર્ષે બાંગ્લાદેશ સામે માત્ર 126 બોલમાં અત્યાર સુધીની સૌથી ઝડપી બેવડી સદી ફટકારી હતી.

LEAVE A REPLY

14 − 3 =