United Nations Secretary General Antonio Guterres speaks during a press briefing at United Nations Headquarters on February 4, 2020 in New York City. (Photo by Angela Weiss / AFP) (Photo by ANGELA WEISS/AFP via Getty Images)

યુનોના મહામંત્રી એન્તોનિયો ગુતારેસે કહ્યું હતું કે કોરોનાએ વૈશ્વિક પ્રવાસ પર્યટન ઉદ્યોગને મરણતોલ ફટકો માર્યો હતો. માત્ર પાંચ મહિનામાં પર્યટન ઉદ્યોગને 320 અબજ ડૉલર્સનું નુકસાન થયું હતું. મંગળવારે મિડિયા સાથે વાત કરતાં વિડિયો કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલા 12 કરોડ નોકરિયાતો નોકરી ગુમાવવાની તૈયારીમાં હતા.

તેમણે કહ્યું કે પ્રવાસ ઉદ્યોગ અર્થતંત્ર માટે કરોડરજ્જુ સમાન હતો અને રસાયણ ઉદ્યોગ પછી નિકાસની બાબતમાં ત્રીજા ક્રમે આવે છે. 2019માં વૈશ્વિક વેપાર-વાણિજ્યમાં પ્રવાસ-પર્યટનનો હિસ્સો સાત ટકા જેટલો હતો. તેમણે કહ્યું હતું કે દુનિયાની દર દસમાંથી એક વ્યક્તિ પ્રવાસ-પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલી હતી. તેમણે કહ્યું કે પ્રવાસ-પર્યટનથી માત્ર આનંદ મળે છે એવું નથી, દુનિયાભરના દેશોની સંસ્કૃતિ અને જનજીવન વિશે માહિતી પણ મળે છે.

પ્રવાસ દ્વારા લોકો એકમેકને જાણતા સમજતા થાય છે. ગુતારેસે કહ્યુ કે કોરોનાના પગલે આ વરસના પાચ મહિનામાં પ્રવાસીઓની સંખ્યામાં સીધો પચાસ ટકાનો ઘટાડો થઇ ગયો હતો. તેમણે કહ્યું કે કેટલાક દેશોના કુલ જીડીપીમા આ ઉદ્યોગનો ઘણો ફાળો હતો. આ ફાળો પચાસ ટકાથી પણ વધુ હતો. તેમણે એવી હાકલ કરી હતી કે પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકોને સહાય કરવા તમામ દેશોએ પગલાં લેવાં જોઇએ.