REUTERS/Eric Gaillard/Illustration/File Photo

ગૂગલે ગુરુવારે જાહેરાત કરી હતી કે તે ભારતમાં પિક્સલ સ્માર્ટફોનનું ઉત્પાદન શરૂ કરવાની યોજના ધરાવે છે. સર્ચ જાયન્ટ ભારતમાં પિક્સલ 8 નું ઉત્પાદન કરશે અને પ્રથમ યુનિટ 2024માં ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.

પિક્સલ 8 કંપની દ્વારા આ મહિનાની શરૂઆતમાં પ્રીમિયમ પિક્સલ 8 પ્રો મોડલની સાથે ભારતમાં અને વૈશ્વિક બજારોમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં કસ્ટમ ગૂગલ ટેન્સર G3 ચિપ અને Titan M2 સુરક્ષા ચિપ છે. ફોનમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે અને એક્સ્ટ્રીમ બેટરી સેવર મોડ સાથે 72 કલાક સુધીની બેટરી લાઇફ છે.

થમ પિક્સેલ-બ્રાન્ડેડ સ્માર્ટફોનને લોન્ચ કર્યાના સાત વર્ષ પછી કંપનીએ તેની ભારત માટેની  2023 ગૂગલ ઇવેન્ટમાં જાહેરાત કરી હતી કે તે ભારતમાં તેના સ્માર્ટફોનનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. કંપની ભારતમાં પિક્સલ 8 એસેમ્બલ કરીને શરૂઆત કરશે. તે સ્થાનિક અને વિદેશી ઉત્પાદકો બંને સાથે કામ કરશે.

ભારતમાં હેન્ડસેટનું ઉત્પાદન ચાલુ કરવાની જાહેરાત કરનારી ગૂગલ વધુ એક કંપની બની છે. તેની હરીફ કંપનીઓ સેમસંગ અને એપલ દેશમાં તેના કેટલાંક સ્માર્ટફોનનું ઉત્પાદન કરે છે. દરમિયાન ગૂગલે દેશના વધુ શહેરો અને સ્થળો પર તેના સર્વિસ નેટવર્કમાં વધારો કરવાની પણ યોજના જાહેર કરે છે. કંપની હાલમાં 27 શહેરોમાં 28 સર્વિસ સેન્ટર્સમાં સપોર્ટ ઓફર કરે છે. ડિવાઇસ એન્ડ સર્વનિસના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ રિક ઓસ્ટરલોહે ગુરુવારે જણાવ્યું હતું કે, “આ અમારી ઉપકરણ ઉત્પાદન ક્ષમતાને વિસ્તૃત કરવાની અને દેશની સ્માર્ટફોનની વધતી માંગને પહોંચી વળવામાં મદદ કરવા માટેનું એક પ્રારંભિક પગલું છે.”

LEAVE A REPLY

five × 5 =