There will be a big change next month regarding GP appointments in England
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નવા આંકડાઓ દર્શાવે છે કે સરકારે જીપીની સંખ્યા 6,000 સુધી વધારવાનું વચન આપ્યું હોવા છતાય જીપીની સંખ્યામાં 600થી વધુનો ઘટાડો થયો છે. જેને કારણે એપોઇન્ટમેન્ટ મેળવવાનો પ્રયાસ કરી રહેલા દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે. મુશ્કેલીને પહોંચી વળવાના વચનો છતાં જીપીની સંખ્યાઓ વર્ષ-દર-વર્ષે સતત ઘટી રહી છે.

હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે આ અઠવાડિયે સ્વીકાર્યું હતું કે સરકાર 2024 સુધીમાં સ્થાનિક સર્જરીઓમાં 6,000 કરતાં વધુ ડોકટરોની નિમણુંક કરવાના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનને પૂર્ણ કરી શકે તેમ નથી.

ડોકટરોના આગેવાનો કહે છે કે જીપી ટોળામાં નોકરીઓ છોડી રહ્યા છે કારણ કે તેમના પર ઘણી બધી વ્યક્તિઓને જોવાની અપેક્ષા રખાય છે, ઓછા સ્ટાફ સાથે વૃદ્ધ દર્દીઓની વધતી સંખ્યા પણ જવાબદાર છે. જે એક મુશ્કેલ સ્થિતી બનાવે છે.

NHS ડિજિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા દર્શાવે છે કે સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડમાં NHSમાં 37,123 જીપી કામ કરી રહ્યા હતા જે 27,699 પૂર્ણ-સમયના ડૉક્ટરોની સમકક્ષ છે.

નવી ગણતરી પદ્ધતિઓ હેઠળ, 2019ની સરખામણીમાં તે આંકડો 187 જેટલો ઓછો છે, પરંતુ આ સર્વેક્ષણ ડેટા સબમિટ ન કરનાર સર્જરી માટે જવાબદાર નથી. બ્રિટિશ મેડિકલ એસોસિએશન ગણતરી કરે છે કે અગાઉની પદ્ધતિનો ઉપયોગ કરીને, જેમાં ગુમ થયેલી પ્રેક્ટિસના અંદાજનો સમાવેશ થતો હતો, પૂર્ણ-સમયની સમકક્ષ સંખ્યાઓ 2019માં 28,319થી ઘટી છે.

2015માં, જ્યારે જીપીની સંખ્યા 29,403 હતી, ત્યારે સરકારે પાંચ વર્ષમાં 5,000 ડોકટરો ઉમેરવાનું વચન આપ્યું હતું. BMA ની GP કમિટીના સભ્ય ક્રિષ્ના કસરનેનીએ જણાવ્યું હતું કે: “2015માં જ્યારથી સરકારે GPની સંખ્યા વધારવાનું વચન આપવાનું શરૂ કર્યું, ત્યારથી ઈંગ્લેન્ડમાં 1,700થી વધુ પૂર્ણ-સમયના સંપૂર્ણ લાયકાત ધરાવતા GPની સમકક્ષ નોકરીઓ ગુમાવી છે.’’

મિનિસ્ટર્સ ભારપૂર્વક જણાવે છે કે GP તાલીમાર્થીઓની સંખ્યા વધી રહી છે, તે નિર્દેશ કરે છે કે રેકોર્ડ સંખ્યામાં જુનિયર ડોકટરો જનરલ પ્રેક્ટિસમાં કારકિર્દી પસંદ કરી રહ્યા છે.

રોયલ કૉલેજ ઑફ જીપીઝના વડા માર્ટિન માર્શલે કહ્યું હતું કે “અમારે પ્રશિક્ષિત, અનુભવી જીપીને વ્યવસાયમાં લાંબા સમય સુધી રાખવા માટે મજબૂત યોજનાઓ જોવાની જરૂર છે.