યુકેની ગુપ્તચર, સુરક્ષા અને સાયબર એજન્સી, ગવર્નમેન્ટ કમ્યુનિકેશન હેડક્વાર્ટર (જીસીએચક્યુ) ના વડા અને ડિરેક્ટર જેરેમી ફ્લેમિંગે સાયબર યુકે સંમેલનમાં જણાવ્યું હતું કે ગુપ્ત સેવામાં વધુ મહિલાઓ અને વંશીય લઘુમતીઓની જરૂર છે. જો આપણે આ પૃષ્ઠભૂમિના લોકોને આ સમસ્યાઓ પર એકસાથે કામ કરવા માટે દોરવામાં સક્ષમ થઈશું તો જ યુકે ડિજિટલ યુગમાં વિકસિત થઈ શકશે.”

ફ્લેમિંગે કહ્યું હતું કે “તેમ કરવુ માત્ર નૈતિક રીતે જ યોગ્ય નથી, પરંતુ તે એક સ્માર્ટ બિઝનેસ છે. ડેટા એ ‘તાજનાં ઝવેરાત બની ગયા છે જેને આપણે બચાવવા જ જોઈએ’.

પ્રીતિ પટેલે તે જ પરિષદમાં સાયબર સીક્યુરિટી કાયદાને વેગ આપવાની યોજના જાહેર કરતાં જણાવ્યું હતું કે ‘’સરકારની સમીક્ષામાં હેકિંગ, ઑનલાઇન ફ્રોડ અને બાળકો સામેના ગુનાઓ માટે સખત સજાઓ પર ધ્યાન આપવામાં આવશે.’’