પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઇસ્ટ લંડનની બે બરોમાં નદી કિનારે રહેતા શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય (BAME) રહેવાસીઓને બરોમાં ચાલતી બ્લુ કનેક્શન્સ યોજનાનો લાભ મળશે. બાર્કિંગ ક્રીક અને રિવર રોડિંગ (થેમ્સની ઉપનદી) પર કેન્દ્રિત બ્લુ કનેક્શન્સનો હેતુ લોકોની નદીઓ પ્રત્યેની સમજ અને કદર વધારવાનો અને તેમની કુશળતા, રોજગાર અને માનસિક સ્વાસ્થ્યને વધારવાનો છે.

બાર્કિંગ અને ડેગેનહામ અને ન્યુહામમાં આ પ્રોજેક્ટ BAME સમુદાયોના યુવાનોને લક્ષ્યાંક બનાવે છે, જેઓ હાલમાં સમગ્ર યુકેમાં પર્યાવરણીય ક્ષેત્રના કામદારોમાં ફક્ત ત્રણ ટકા હિસ્સો ધરાવે છે. તે નદીના વન્યપ્રાણી અને જીવવિજ્ઞાન વિષે વોક એન્ડ ટૉક કાર્યક્રમ, ઑનલાઇન સેમિનારો અને ટ્રાન્સફરેબલ અને વોકેશનલ સ્કીલ ટ્રેઇનીંગ કાર્યક્રમ ચલાવે છે.

થેમ્સ એસ્ટ્યુઅર પાર્ટનરશિપ દ્વારા સિટી ઑફ લંડન કોર્પોરેશનના ચેરિટી ફંડર – સિટી બ્રિજ ટ્રસ્ટ દ્વારા બે વર્ષમાં પૂરી પાડવામાં આવેલી £86,000ની ગ્રાંટ દ્વારા આ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ સંદેશાવ્યવહાર, પ્રોજેક્ટ પ્લાનિંગ, મેપિંગ અને ડિઝાઇન સ્કીલ જેવી કુશળતામાં વ્યક્તિગત અને ઑનલાઇન તાલીમ આપવામાં આવશે. વધુ વિગતો માટે- www.thamesestuarypartnership.org, ઇમેઇલ[email protected]