ગુજરાતમાં રવિવારે કોરોના વાયરસના નવા 1871 કેસો નોંધાયા હતા અને સામે 5,146 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં કોરોનાના કારણે વધુ 25 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 9,815 પર પહોંચ્યો હતા.

સરકારે રવિવારે સાંજે જારી કરેલા ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 237, વડોદરામાં 216, સુરતમાં 139, રાજકોટમાં 114 નવા કેસો નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,03,844 પર પહોંચી હતી. તેમાંથી અત્યાર સુધી 7,62,270 દર્દીઓ સાજા થયા છે. હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 35403 છે. તેમાંથી 521 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અને 34882 દર્દીઓની હાલત સ્થિર છે.

અમદાવાદમાં 5 સુરતમાં ચાર, વડોદરામાં 3નાં મોત થયા હતા. જામનગરમાં નવા 71 કેસ, 2નાં મોત, ભાવનગરમાં નવા 66 કેસ, એકનું મોત, જૂનાગઢમાં નવા 108 કેસ, એકનું મોત થયું હતું. ગાંધીનગરમાં કોરોનાના નવા 24 કેસ, પોરબંદરમાં 75, નવસારીમાં 60, બનાસકાંઠામાં 57 કેસ, ભરૂચમાં 52, પંચમહાલમાં 49, સાબરકાંઠામાં 39 કેસ, કચ્છમાં 36, અરવલ્લી – ગીરસોમનાથમાં 35 – 35 કેસ, મહેસાણા – વલસાડમાં 33 – 33, ખેડ઼ામાં 31 કેસ, આણંદમાં 27, દ્વારકામાં 26, અમરેલીમાં 25 કેસ, મહિસાગરમાં 22, બોટાદમાં 11, નર્મદામાં 10 કેસ, પાટણમાં 8, છોટાઉદેપુરમાં 5, તાપીમાં 4 કેસ, સુરેન્દ્રનગરમાં 3, દાહોદ – મોરબીમાં 2 – 2 કેસ નોંધાયા હતા.