Fear of a new wave of Corona in India since January
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

દિવાળીના તહેવારોમાં કોરોનાના કેસમાં વધારો થવાની આશંકા છે ત્યારે ગુજરાતમાં સોમવારે કોરોના ૨૯ નવા કેસ નોંધાયા હતા અને સળંગ આઠમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. આ સાથે જ રાજ્યમાં ચારથી આઠ નવેમ્બર સુધી રાજ્યમાં કુલ ૧૦૮ નવા કેસ નોંધાયા હતા. સોમવાર સુધીમાં રાજ્યમાં ૨૧૭ એક્ટિવ કેસ હતા. રાજ્યમાં ૪ નવેમ્બરે કોરોનાના નવા ૨૪, પાંચ નવેમ્બરે ૨૦, છ નવેમ્બરે ૧૬, સાત નવેમ્બરે ૧૯ અને આઠ નવેમ્બરે ૨૯ નવા કેસ નોંધાયા હતા.

સોમવારે સુરત-જુનાગઢમાંથી સૌથી વધુ ૫, રાજકોટ-વલસાડમાંથી ૪, અમદાવાદ-વડોદરામાંથી ૩, ભાવનગર-સાબરકાંઠામાંથી ૨ અને આણંદમાંથી ૧ નવો કેસ નોંધાયો હતો. આ સાથે જ કુલ કેસનો આંક હવે ૮,૨૬,૭૬૪ જ્યારે કુલ મૃત્યુઆંક ૧૦,૦૯૦ છે. સોમવારે વધુ ૪૧ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૬,૪૫૭ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને રીક્વરી રેટ ૯૮.૭૫% છે.

રાજ્યમાં સળંગ પાંચમાં દિવસે એક્ટિવ કેસનો આંક ૨૦૦થી વધુ નોંધાયો છે. હાલમાં ૨૧૭ એક્ટિવ કેસ છે અને ૬ દર્દી વેન્ટિલેટર પર છે. વડોદરા ૬૬, વલસાડ ૩૪, અમદાવાદ ૩૩, સુરત ૨૨, જુનાગઢ ૧૫ સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લા છે. સોમવારે કુલ ૩.૯૨ લાખને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશન ડોઝનો આંક હવે ૭.૧૫ કરોડ છે.