Biden's announcement to re-enter the race for the presidency
(Photo by MANDEL NGAN / AFP)

અમેરિકામાં લોકશાહી અંગે ડિસેમ્બરમાં યોજાઈ રહેલા વૈશ્વિક સંમેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમગ્ર વિશ્વના નેતાઓ ભાગ લઈ રહ્યા છે. જો કે માનવ અધિકાર કાર્યકરોએ મોદી સહિતના બીજા કેટલાક વિવાદાસ્પદ નેતાઓને આમંત્રણ સામે વાંધો ઉઠાવ્યો છે. તેના પ્રકારના આ પ્રથમ સંમેલનમાં લોકશાહી ધરાવતા 100થી વધુ દેશો ભાગ લેવાના છે. તેમા સમગ્ર વિશ્વમાં લોકતાંત્રિક મૂલ્યો અને માનવ અધિકાર ભંગ અંગે ચર્ચા થવાની છે. પરંતુ ઘણા બધા માનવ અધિકાર કાર્યકર આ સંમેલનને શંકાની નજરે જોઈ રહ્યા છે, કારણ કે તેમા કેટલાક એવા નેતાઓને બોલાવવામાં આવ્યા છે જેનો પોતાનો રેકોર્ડ શંકાસ્પદ છે.

માનવ અધિકારો અને લોકશાહી પર કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા ફ્રીડમ હાઉસના વાઇસ પ્રેસિડેન્ટ એની બોયાઝિયાનનું કહેવું છે કે કોઈપણ પ્રકારની લોકતાંત્રિક પ્રતિબદ્ધતાઓ વગરનું આ સંમેલન અર્થહીન છે. આ વર્ચ્યુઅલ સંમેલનમાં એક બેઠકથી વિશેષ કશું થવાનું હોય તો પછી અમેરિકા સહિત બધા ભાગ લેનારા દેશોએ આગામી સમયમાં લોકશાહી અને માનવ અધિકારોને લઈને અર્થપૂર્ણ પ્રતિબદ્ધતા નીભાવવી પડશે.

ભારતીય વડાપ્રધાન મોદી અંગે ફ્રીડમ હાઉસનું કહેવું છે કે તેઓ ભારતને અવિરત નિરંકુશતા તરફ દોરી જઈ રહ્યા છે. આ સંમેલન 9 અને 10 ડિસેમ્બરે યોજાશે.

અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સંમેલન લોકશાહી પરની લાંબી ચર્ચાનો પ્રારંભ છે. આગામી સંમેલનોમાં સામેલ થનારા દેશોએ સુધારાના વચનોનું પાલન કરવું પડશે. અમેરિકન મેગેઝિન પોલિટિકોએ આ સંમલેનમાં આવનારા મહેમાનોની યાદી પણ છાપી છે, તેમા ફ્રાન્સ અને સ્વીડન જેવા પરિપક્વ લોકશાહી ધરાવતા દેશો હશે તથા ફિલિપાઇન્સ અનો પોલેન્ડ જેવા દેશ પણ હશે જ્યાં લોકશાહી ભયમાં હોવાનું કહેવાય છે. એશિયામાં અમેરિકાના સહયોગી દેશ જાપાન અને દક્ષિણ કોરીયા જેવા દેશ આમંત્રિત છે, પણ થાઇલેન્ડ અને વિયેતનામને બોલાવાયા નથી. ઇઝરાયેલ અને ઇરાક આ યાદીમાં છે, પરંતુ અમેરિકાના સાથી મનાતા મિસર અને નાટોના સભ્ય તુર્કી ગાયબ છે.

માનવ અધિકાર કાર્યકરોને શંકા છે કે ખરાબ રેકોર્ડવાળા નેતાઓને બોલાવવામાં આવતા સંમેલનની વિશ્વસનીયતા ભયમાં મૂકાઈ શકે છે. તેની સાથે એમ પણ કહેવાય છે કે આ સંમેલન ચીન અને તેના સહયોગીઓ સામેનો એક મોરચો છે. પ્રોજેક્ટ ઓન મિડલ ઇસ્ટ ડેમોક્રેસીની શોધના ડિરેક્ટર એમી હોર્થોન કહે છે કે સ્પષ્ટ છે કે ચીનને ટક્કર આપવાની રણનીતિના પગલે તેના ભારત અને ફિલિપાઇન્સ જેવા પડોશીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. ફિલિપાઇન્સના પ્રેસિડન્ટ રોડ્રિગો ટુર્ટેટ ખુલ્લેઆમ કહી ચૂકયા છે કે તેઓ માનવ અધિકારોની પરવા કરતા નથી.