વડાપ્રધાન મોદીની માતાજી હિરા બા

રાત્રે નવા વાગતા જ સમગ્ર રાજ્ય દીવાઓથી ઝળહળી ઉઠ્યું છે. લોકોએ દીવા પ્રગટાવવાની સાથે સાથે ફટાકડા પણ ફોડ્યાં છે. અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારમાં લોકોએ ફટાકડા ફોડ્યાં છે. જ્યારે વડોદરામાં લોકોએ ચાઇનીઝ તુક્કલ ઉડાવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં આવેલા દેવસ્થાનોમાં પણ રોશની કરવામાં આવી છે. જેમાં સાળંગપુરમાં આવેલા હનુમાનજી મંદિરનું પરિસર પણ દીવડાંઓથી ઝગમગી ઉઠ્યું છે.

રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પણ દિપપ્રાગટ્ય કર્યું

તો બીજી તરફ ગોંડલમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં પણ 5000 દીવાઓ પ્રગટાવવામાં આવ્યાં છે.અમદાવાદ, રાજકોટ, સુરત સમગ્ર ગુજરાતમાં લોકોએ લાઇટો બંધ કરી દીવડાં, મીણબત્તીઓ પ્રગટાવી છે. સાળંગપુરમાં આવેલા હનુમાનજી મંદિરમાં દીવડાં પ્રગટાવવામાં આવ્યાં છે. જેમાં સમગ્ર મંદિર પરિસર દીવાઓથી ઝળહળી ઉઠ્યું છે.

આજે રાત્રે 9 વાગ્યે સમગ્ર દેશમાં 9 મિનિટ માટે લાઇટો બંધ કરી દીવા, મીણબત્તી, ટોર્ચ કે મોબાઇલની ફ્લેશ લાઇટ સાથે બાલ્કની કે ઘરના દરવાજા પર ઊભા રહેવાનો વડાપ્રધાને સંદેશ આપ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકો આ વાતને આવકાર આપી રહ્યાં છે. ન્યૂ સાઉથ વેલ્સ, ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓએ ત્યાં દીપ પ્રાગટ્ય કરી વડાપ્રધાનના સંદેશને આવકાર્યો છે. ડિમ્પલ વૈષ્ણવ, પરાશર વૈષ્ણવ અને ઇશાન વૈષ્ણવે પોતપોતાના ઘરના દરવાજે દીપ પ્રાગટ્ય કર્યું છે.