રવિવારે રાત્રે 9 વાગ્યાથી નવ મિનિટ માટે ઘરની તમામ લાઇટ બંધ કરીને દીપ પ્રગટાવી કે મીણબત્તી સળગાવી અથવા મોબાઇલ ફ્લેશ ચાલુ કરવાની પીએમ મોદીની અપીલ પર દેશવાસીઓએ એકજૂટ થઇને દીપ પ્રાગટ્ય કરી કોરોના વિરુદ્ધ જંગમાં એકતા દાખવી છે. જોકે આ મુદ્દે ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. જેમ કે, દીપ પ્રગટાવવાથી કોરોના વાયરસ ભાગી જશે, કોરોના અજવાળાથી ડરે છે.

કોઇ જાણે કેવા કેવા સવાલો પેદા થઇ રહ્યા છે. જોકે તમામ સવાલોનો જવાબ વડાપ્રધાન મોદીના વિતેલા દિવસોના રાષ્ટ્ર સંબોધનોમાં જ છે. આવો સમજાવાનો પ્રયત્ન કરીએ…કોરોના મહામારીના ભારતમાં પગપેસારાની સાથે જ 22 માર્ચે પીએમ મોદીએ દેશવાસીઓને જનતા કર્ફ્યુની અપીલ કરી. જે રવિવાર સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી હતું. પરીક્ષાની આ ઘડીમાં એ પહેલો મોટો નિર્ણય હતો.

જેનાથી દેશવાસીઓને સામૂહિકતા અને તેની તાકાતનો અહેસાસ થયો. આ દરમિયાન અપીલ કરવામાં આવી હતી કે સાંજે પાંચ વાગ્યે કોરોના વાયરસ સામેની જંગમાં યોદ્યા બની કાર્યરત તમામ પોલીસ કર્મી, સ્વાસ્થ કર્મી, ફાયર બ્રિગેડ કર્મી તથા અન્ય કર્મીના માનમાં થાળી, ઘંટી, બેલ વગાડી તેમનુ સન્માન કરવામાં આવે. આ સ્થિતિથી દેશવાસીઓમાં કોરોના વાયરસની સાચી સ્થિતિનો અહેસાસ થયો હતો.