આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિ દ્વારા ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલ નવા કેસ ની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં નવા 324 કેસ નોંધાયા છે, અને 20 લોકોના મોત નીપજ્યા છે અને 191 દર્દીઓ સાજા થઈ હોસ્પિટલમાંથી રજા મળી છે. કુલ કેસ 9592 અને અત્યાર સુધી રાજ્યમાં 586 ના મોત થયા છે.

જોકે,આ સંજોગોમાં અમદાવાદમાં કેસો ઉપરાંત મૃત્યુદરમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે.ગુજરાતમાં આજે વધુ 324 કેસો નોંધાયા હતાં જયારે 20 દર્દીઓને કોરોના ભરખી ગયો હતો. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના કુલ કેસોનો આંક 9592 સુધી પહોંચ્યો છે.આ ઉપરાંત રાજ્યમાં કુલ 586 દર્દીઓ કોરોનાના લીધે મોતને ભેટયાં છે.ઉંચા મૃત્યુદરને રોકવા રાજ્ય સરકારે ખાનગી સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો સાથે સતત બેઠકોનો દોર શરુ કર્યો છે.

ગુજરાતમાં અમદાવાદ સિવિલમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓના મોત નિપજ્યાંછે.અત્યાર સુધી 190થી વધુ દર્દીઓનુ મૃત્યુ માત્ર અમદાવાદ સિવિલમાં જ થયું છે.હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવારને લઇને આંગળી ચિંધાઇ છે. ઉંચા મૃત્યુદરને રોકવા રાજ્ય સરકારે હવે ખાનગી સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની મદદ લીધી છે.

અમદાવાદમાં યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટયુટમાં મોડી સાંજે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના વડપણ હેઠળ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો સાથે બેઠક કરીને ક્રિટીકલ દર્દીઓને કેવી રીતે સારવાર આપવી તે અંગે ચર્ચા કરી હતી.એટલું જ નહીં,રેસિડેન્ટ ડોક્ટરોને ય માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. 20 સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોએ તો રોજેરોજ સિવિલમાં દર્દીઓની સારવાર આપવા આવી રહ્યાં છે.

અમદાવાદમાં આજે પણ 265 કેસો નોંધાયા હતાં.આવતીકાલથી સંપૂર્ણ લોકડાઉનમાં રાહત આપવા નક્કી કરાયું છે જેમ કે,સવારના 8થી 3 વાગ્યા સુધી શાકભાજી,દૂધ,કરિયાણુ સહિત જીવન જરુરિયાતની ચીજવસ્તુઓ ખરીદી શકાશે.છેલ્લાં એકાદ સપ્તાહથી અમદાવાદમાં કેસોમાં આંશિક ઘટાડો તો થયો છે સાથે સાથે મૃત્યુદરની પણ રફતાર ધીમી પડી છે.

શહેરમાં દસેક વિસ્તાર કે જેને રેડ ઝોન જાહેર કરાયાં છે તેમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ડોર ટુ ડોર સર્વે અને સેનેટાઇઝેશન સહિતની કામગીરી હાથ ધરી છે જેના પગલે હવે પરિણામ જોવા મળી રહ્યાં છે.અમદાવાદમાં કુલ કેસોનો આંક 6910 સુધી પહોંચી ચૂક્યો છે.શહેરમાં એક્ટિવ કેસોની સંખ્યા 4198 છે.

ગુજરાતમાં છેલ્લાં 24 કલાક દરમિયાન વડોદરામાં 13,સુરતમાં 16,ભાવનગરમાં 3,આણંદમાં 2,ગાંધીનગરમાં 4,પાટણમાં 3,બનાસકાંઠામાં 1,છોટા ઉદેપુરમાં 4,મહેસાણામાં 6,પોરબંદરમાં 1 અને ગીર સોમનાથમાં 4 એમ કુલ મળીને 324 કેસો નોંધાયા હતાં. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે કેમ કે,છેલ્લાં 24 કલાકમાં જ 13 જિલ્લામાં કોરોનાના કેસો નોંધાયા હતાં.રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 9592 કેસો નોંધાઇ ચૂક્યાં છે.

ગુજરાતમાં મૃત્યુદરને રોકવા રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે ત્યારે આજે પણ ગુજરાતમાં કુલ 20 દદીના કોરોનાના લીધે મોત થયા હતાં તેમાં 19 દર્દીઓના તો અમદાવાદમાં જ મૃત્યુ થયુ હતુ. 19 દર્દીઓમાં 13 પુરુષો અને 6 મહિલા દર્દીનો સમાવેશ થાય છે.અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાથી 465 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે.અમદાવાદ ઉપરાંત સુરતમાં એક દર્દીનુ મોત થયુ હતું.