ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટ આધારિત કોરોનાની ત્રીજી લહેરમાં કેસમાં વધઘટ જોવા મળી રહી છે. મંગળવાર, 25 જાન્યુઆરીએ રાજ્યમાં કોરોનાના નવા 16,608 કેસ નોંધાયા હતા, જે 24 જાન્યુઆરીએ 13,805 અને 23 જાન્યુઆરીએ 16,617 નોંધાયા હતા. જોકે, મંગળવારે એક દિવસમાં 28 લોકોના મોત થયા હતા. તેનાથી કુલ મૃત્યુઆંક વધીને 10,302 થયો હતો.
આરોગ્ય વિભાગના મંગળવાર સાંજના ડેટા મુજબ નવા કેસો સામે રાજ્યમાં 17,467 દર્દી સાજા થયા હતા અને રિકવરી રેટ સુધરીને 86.77 ટકા થયો હતો. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા આશરે 1,34, 261 લાખ થઈ હતી, જેમાંથી 255 દર્દી વેન્ટિલેટર પર હતા અને બીજા 1,34,006 દર્દીની હાલત સ્થિર હતી. નવા કેસો પૈકી સૌથી વધુ અમદાવાદમાં 5,303 કેસ નોંધાયા હતા, જ્યારે વડોદરામાં 3,041, રાજકોટમાં 1376, સુરતમાં 1004, ગાંધીનગરમાં 309 અને ભાવનગરમાં 293 કેસ નોંધાયા હતા.