ગુજરાતમાં સોનું રૂપિયા 50 હજારને આંબી ગયું છે. એક જ વર્ષમાં રૂપિયા 17 હજારનો વધારો થયો છે. ગત વર્ષે સોનું 33500થી 34000ની વચ્ચે રમતું હતું. ત્યારે આ વર્ષે લોકોને 50 ટકા જેટલું રિટર્ન મળ્યું છે. વૈશ્વિક સ્તરે સોનું 8 વર્ષની ટોચે પહોંચ્યું છે.

બુધવારે, 24 જૂને સોનાનો ભાવ 50 હજારને પાર થઈ ગયો હતો. બુધવારે અમદાવાદમાં સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામે 800 રૂપિયા વધીને 50,300 રૂપિયા સાથે ઑલટાઇમ હાઇ થયો હતો. સોનામાં રોકાણકારોનું આકર્ષણ સતત વધી રહ્યું છે.

સોનાના ભાવે ફરી એકવાર બીજો નવો ઇતિહાસ રચ્યો છે. થોડા દિવસો પહેલા, સોનું 10 ગ્રામ દીઠ 48300 રૂપિયાના નવા રેકોર્ડ પર પહોંચ્યું હતું. આ રેકોર્ડ પણ આજે એટલે 25મી જૂને તૂટી ગયો હતો. આજે દેશભરના બુલિયન બજારોમાં 24 કેરેટનું સોનું 10 ગ્રામ દીઠ 362 રૂપિયા ઉછળીને 48482 રૂપિયા પર પહોંચી ગયું છે.

આ સોનાનો સૌથી વધુ ભાવ છે. તે જ સમયે, 23 કેરેટ સોનાનો ભાવ પણ દસ ગ્રામમાં 361 વધી રૂ. 48288 થયો છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત હવે રૂ. 332 વધી રૂ .44410 અને 18 કેરેટ પ્રતિ 10 ગ્રામ 36362 રૂપિયા થઈ ગઈ છે. ચાંદી પણ રૂ .352 વધી છે.

બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ વર્ષે સોનું 10 ગ્રામ તોલા દીઠ રૂ .53000 સુધી થઈ શકે છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન દિલ્હીના મીડિયા પ્રભારી રાજેશ ખોસલાના જણાવ્યા મુજબ, દેશભરના 14 કેન્દ્રોમાંથી સોના અને ચાંદીના સરેરાશ ભાવ દર્શાવે છે.

કોરોના મહામારીના સેકન્ડ વેવની શરૂઆત થતા ગોલ્ડ ઇટીએફમાં વૈશ્વિક રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે જેના પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું આઠ વર્ષની નવી ઉચાઇ પર 1795 ડોલર પહોંચ્યું છે. ચાંદી નજીવી વધઘટે અથડાઇ પ્રતિ કિલોગ્રામ રૂ.49500 બોલાઇ રહી છે. ગતવર્ષે જૂન માસમાં સોનું 33500-34000ની રેન્જમાં હતું જે વધીને આ વર્ષે અત્યારે રૂ.50300 પહોંચ્યું છે.