લખનૌમાં રવિવારે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માં ગુજરાત ટાઇટન્સ સામેની મેચ જીત્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડીઓ અન્ય ખેલાડીઓ સાથે હાથ મિલાવે છે. (ANI Photo)

નવોદિત યશ ઠાકુર અને કૃણાલ પંડ્યાએ રવિવારે ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં વેધક બોલિંગ દ્વારા 10માંથી મહત્ત્વની 8 વિકેટ ખેરવી ગુજરાતને 33 રને હરાવ્યું હતું અને પોઈન્ટ્સ ટેબલમાં પોતાની ટીમ લખનઉને ત્રીજા ક્રમે લાવીને મુકી દીધી હતી, તો ગુજરાત છેક સાતમા ક્રમે ધકેલાઈ ગઈ હતી. ગુજરાતે પાંચમાંથી બે મેચમાં અને લખનઉએ ચારમાંથી બે મેચમાં વિજય સાથે એકસમાન ચાર-ચાર પોઈન્ટ મેળવ્યા છે.

અમદાવાદમાં રમાયેલી આ મેચમાં લખનઉના સુકાની કે. એલ. રાહુલે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો અને ટીમે પાંચ વિકેટે 163 રન કર્યા હતા. માર્કસ સ્ટોઈનિસના 58 અને સુકાની રાહુલના 33 રન મુખ્ય હતા, તો ગુજરાત તરફથી ઉમેશ યાદવ અને દર્શન નાલકંડેએ બે-બે વિકેટો લીધી હતી.

જવાબમાં ગુજરાતની શરૂઆત તો થોડી સારી રહી હતી, પણ છઠ્ઠી ઓવરમાં સુકાની શુભમન ગિલની વિકેટ 54 રને ગુમાવ્યા પછી 80 રન સુધીમાં તો વધુ ચાર વિકેટ ગુજરાતે ગુમાવી દીધી હતી. એ પછી રાહુલ તેવટીઆએ થોડો પ્રતિકાર કરી 25 બોલમાં 30 રન કર્યા હતા, તો એ પહેલા ઓપનર સાઈ સુદર્શને 23 બોલમાં 31 રન કર્યા હતા, પણ એકંદરે ટીમ 19મી ઓવરમાં 130 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 3.5 ઓવરમાં એક મેઈડન સાથે 30 રનમાં પાંચ વિકેટ ખેરવનાર યશ ઠાકુરને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. કૃણાલ પંડ્યાએ ચાર ઓવરમાં ફક્ત 11 રન આપી ત્રણ વિકેટ લીધી હતી.

ગુજરાત ટાઈટન્સનું બોલિંગ આક્રમણ તેના મુખ્ય બોલર્સની ગેરહાજરીમાં થોડું નબળું પડતું જણાય છે.

LEAVE A REPLY

thirteen − 1 =