(ANI Photo)

કેનેડામાં રમાઈ રહેલી કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટમાં અમેરિકાના ગ્રાન્ડમાસ્ટર નાકામુરાની ૪૭ મેચની અજેય કૂચ થંભાવવામાં સફળ રહેલો ભારતીય ગ્રાન્ડમાસ્ટર વિદિત ગુજરાતી કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પોતાની આગવી લય જાળવી શક્યો નહતો અને ભારતના જ આર. પ્રજ્ઞાનંદા સામે હારી ગયો હતો. પ્રજ્ઞાનંદાનો આ ટુર્નામેન્ટમાં પહેલો વિજય હતો.

ત્રણ રાઉન્ડ પછી ગુકેશ, નિપોમ્નિશી અને કારૂના બે-બે પોઈન્ટ સાથે સંયુક્તપણે પ્રથમ ક્રમે છે, તો પ્રજ્ઞાનંદા અને વિદિતના ૧.૫-૧.૫ પોઈન્ટ છે. અલીરેઝા ફિરોઝા, નાકામુરા અને અબાસોવના ૧-૧ પોઈન્ટ છે.

મહિલાઓમાં પ્રજ્ઞાનંદાની બહેન આર. વૈશાલીએ બલ્ગેરિયાની સલીમોવાને હરાવી હતી. તો ભારતની ટોચની ખેલાડી કોનેરૂ હમ્પીનો ચીનની દિગ્ગજ ખેલાડી ટાન હોન્ગયી સામેનો જંગ ડ્રો રહ્યો હતો.

 

LEAVE A REPLY

11 + 3 =