ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને કારણે ધારાસભ્યો માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કરાયો છે. રવિવારે, 20 સપ્ટેમ્બરે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોના વિધાનસભા સંકુલમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ પછી ભાજપ અને કોંગ્રેસના છ ધારાસભ્યો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

ભાજપના આણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, કોંગ્રેસના ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ, વ્યારાના ધારાસભ્ય પુંજાભાઇ ગામીત, બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ અને ધારાસભ્ય વીરજી ઠુમ્મર કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યુ હતું. આ બધા ધારાસભ્યોને કવોરેટાઇલ થવા માટે સૂચના આપવામાં આવી હતી. ઘણા ધારાસભ્યોએ પોતાના જ મત વિસ્તારના અર્બન સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જાણવા મળ્યા પ્રમાણે 90 ધારાસભ્યોના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.