ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ((Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રવિવારે સાંજે સોશિયલ મીડિયાના માધ્યમથી સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યના ચાર મહાનગરોમાં માત્ર રાત્રિ કરફ્યૂ રહેશે. તહેવારો બાદ સંક્રમણ વધ્યું હોવાથી સરકારે અમદાવાદમાં કરફ્યૂનો નિર્ણય કર્યો હતો. જેમાં લોકોનો સહકાર સારો રહ્યો હતો.

23 નવેમ્બરથી અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં હવે ફક્ત નાઈટ કર્ફ્યૂ જ લાગૂ રહેશે, દિવસના કર્ફ્યૂમાંથી જનતાને મુક્તિ આપવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજ્યની જનતાને સંબોધન કરતા જણાવ્યુ હતું કે, રાજ્યમાં કોરોનાને સંક્રમણને ધ્યાને રાખતા હવે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ખાસ પાલન કરવું પડશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્યની જનતાને કોરોનાકાળમાં ડરવાની જરૂર નથી. રાજ્ય સરકારે તમામ પ્રકારની વ્યવસ્થા કરી રાખી છે. લોકોએ કારણ વગર ટોળે વળવું જોઇ નહીં. કારણ વગરની મેળાવડા કરવા નહીં. જેથી કરીને સંક્રમણ વધારે ફેલાય નહીં. આગામી દિવસોમાં આપણે નિયમોનું ખાસ પાલન કરી માસ્ક ફરજિયાત લગાવી રાખવાના રહેશે.