અમદાવાદમાં 60 કલાકના કરફ્યુ દરમિયાન કેટલાંક મુસાફરો ફસાઇ ગયા હતા. (PTI Photo)

ગુજરાતમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1,495 નવા કેસ નોંધાયા હતા અને 13 વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં કુલ 1167 દર્દીઓ સાજા થયા હતા, એમ રવિવારે સાંજે જાહેર કરવામાં આવેલા ડેટામાં જણાવાયું હતું. રાજ્યમાં રિકવરી રેટ 91.16% થયો હતો.

છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કુલ 1,495 કેસમાંથી અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 318 અને જિલ્લામાં 23 કેસ, સુરત કોર્પોરેશન એરિયામાં 213 અને જિલ્લામાં 53 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 127 અને જિલ્લામાં 39 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 91 અને જિલ્લામાં 54 પોઝિટિવ કેસ નોંધાયા હતા.
રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,859 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,79,953 લોકોને સાજા થતા રજા આપવામા આવી હતી.

છેલ્લાં 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં કુલ 63,739 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેનાથી સમગ્ર ગુજરાતમાં કુલ 72,35,184 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,02,685 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,02,573 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 112 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 93 લોકો વેન્ટિલેટર પર છે, જ્યારે 13,507 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1,79,953 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3859 થયો હતો..