પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

દેશમાં ખરાબાની જમીન 2018-19માં વધીને આશરે 9.78 કરોડ હેક્ટર થઈ છે, જે 2011-13માં 9.63 કરોડ હેક્ટર હતી. સૌથી વધુ જમીન રણ બની ગઈ હોય તેવા રાજ્યોમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. ગુજરાતમાં આશરે 10 લાખ હેક્ટર જમીન રણ બની છે, એવી રાજ્યસભામાં સરકારે ગુરુવારે માહિતી આપી હતી.

2018-19ના વર્ષમાં સૌથી વધુ જમીન રણ બની હોય તેવા રાજ્યોમાં અનુક્રમે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત છે. કુલ 9.89 કરોડ હેક્ટર જમીનમાંથી આ ત્રણ રાજ્યોમાં 4.5 કરોડ હેક્ટર જમીન ખરાબાની થઈ હતી. રાજસ્થાનમાં આશરે 2.12 કરોડ હેક્ટર જમીન રણ બની હતી, જ્યારે મહારાષ્ટ્રમાં 1.43 કરોડ જમીન રણ બની હતી

રાજ્યમાં જમીનના રણીકરણ અને જંગલોના નાશ અંગે એક પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન અશ્વિની કુમાર ચૌબેએ જણાવ્યું હતું કે છેલ્લાં સાત વર્ષમાં દેશમાં વન આવરણમાં 12,294 ચોરસ કિલોમીટર્સનો વધારો થયો છે.

અમદાવાદ ખાતેના સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રકાશિત જમીનના રણીકરણ અને ખરાબાની જમીન અંગે નકશા મુજબ દેશમાં ખરાબાની જમીન 2018-19માં વધીને આશરે 9.78 કરોડ હેક્ટર થઈ છે, જે 20211-13માં 9.63 કરોડ હેક્ટર હતી. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રીપોર્ટ (આઇએસએફઆર) મુજબ દેશમાં વનનું આવરણ છેલ્લાં સાત વર્ષ દરમિયાન 12,294 ચોરસમીટર વધ્યું છે.

પ્રધાને રજૂ કરેલા ડેટા મુજબ 2018-19ના વર્ષમાં જમીનનું સૌથી વધુ રણીકરણ થયું હોય તેવા રાજ્યોમાં અનુક્રમે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત છે. કુલ 9.89 કરોડ હેક્ટર જમીનમાંથી આ ત્રણ રાજ્યોમાં 4.5 કરોડ હેક્ટર જમીન ખરાબ થઈ હતી.રણ બનેલી જમીનને ફરી ખેતીલાયક બનાવવા માટેના પગલાંની માહિતી આપતા ચૌબેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય વનીકરણ અને પર્યાવરણ વિકાસ બોર્ડ રાષ્ટ્રીય વનીકરણ પોગ્રામ ચલાવી રહ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષ અને ચાલુ વર્ષ દરમિયાન 37,110 હેક્ટર જમીનમાં સુધારો કરવા રાજ્યો માટે રૂ.203.95 કરોડ છૂટા કરવામાં આવ્યા છે.