image social media

મૂળ આણંદના અને છેલ્લા પાંચેક વર્ષથી પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયેલા યુવકનું કોરોનાના કારણે પેન્સિલવીનીયામાં મૃત્યુ થયું છે. યુવકને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાયા હતા. પરંતુ ગઈકાલ સાંજે તેમનું મૃત્યુ થયું છે. યુવકના મૃત્યુથી આણંદમાં રહેતા તેમના પરિવારમાં શોક માહોલ જોવા મળ્યો છે.

આણંદના હેમેન્દ્રભાઈ પટેલ છેલ્લા 5 વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકાના પેન્સિલવીનીયામાં સ્થાયી થયા હતા. એક અઠવાડિયા પહેલા અચાનક શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા હેમેન્દ્રભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

ત્યારબાદ તેઓને હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર શરૂ કરી દેવાઈ હતી. જોકે તેમની હાલત વધુ ખરાબ થતા તેમને વેન્ટીલેટર પર મુકવામાં આવ્યાં હતા. પરંતુ ગઈકાલે સાંજે તેઓનું મોત નિપજ્યું હતું. તેમની મોતના સમાચાર મળતા આણંદમાં રહેતા તેમના પરિવાર તેમજ સ્થાનિકોમાં શોકની લાગણી પ્રસરી હતી. જોકે રાહતની વાત એ છે કે, તેમની સાથે અમેરિકામ જ રહેતા તેમની પત્ની તેમન પુત્રીની તબીયત સ્વસ્થ છે.