(Photo by Scott Barbour/Getty Images)

ડાઉનિંગ સ્ટ્રીટે એનએચએસના શ્યામ અને વંશીય લઘુમતીના 70% મેડિક્સ સહિતના કર્મચારીઓને  કોરોનાવાયરસનો ‘અપ્રમાણસર’ ચેપ લાગવા અને તેમાંથી ત્રીજા ભાગના લોકોના થઇ રહેલા નિધન અંગે તપાસ કરવા આદેશ આપ્યો છે.  આ અંગે આરોગ્ય સેવા અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ) ઉપલબ્ધ પુરાવાઓની સમીક્ષા કરશે. કોવિડ -19 થી યુકેમાં મૃત્યુ પામેલા પ્રથમ તમામ 10 ડોકટરો એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકા સહિતના પ્રદેશોના હતા. જે આંકડા લેબર પક્ષને ખૂબજ આપત્તીજનક લાગ્યા હતા.

વંશીય લઘુમતીઓના લોકો વધુ ભોગ બન્યા હોવાના ઇન્ટેન્સિવ કેર નેશનલ ઓડિટ એન્ડ રિસર્ચ સેન્ટરના કોવિડ-19 દર્દીઓના ડેટા મળ્યા પછી આરોગ્ય સેવા અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ પુરાવાઓની સમીક્ષા કરશે. સ્કાય ન્યૂઝના વિશ્લેષણમા જણાયુ હતુ કે કોરોનાવાયરસથી કુલ 54 તબીબો અને કેર વર્કર માર્યા ગયા હતા. જેમાંથી 70 ટકા અશ્વેત હતા. તમામ તબીબી કર્મચારીઓનો 44 ટકા ભાગ BAME સ્ટાફનો છે અને જે લોકોએ તપાસની માંગ કરી છે તેમાં લેબર પાર્ટી તેમ જ બ્રિટીશ મેડિકલ એસોસિએશનનો સમાવેશ થાય છે.

ચીફ મેડિકલ ઓફિસર પ્રો. ક્રિસ વ્હિટીએ ગુરૂવારે રાતે જણાવ્યું હતું કે ‘’કયા જૂથોમાં મોતનુ સૌથી વધુ જોખમ છે તે શોધી કાઢવુ સૌથી વધુ જટીલ છે જેમને અમે સુરક્ષિત કરવામાં મદદ કરી શકીએ. અત્યાર સુધીમાં સ્પષ્ટ વય, પુરુષ જાતી અને આરોગ્યની અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવાના સ્પષ્ટ જોખમી પરિબળો હતા. પરંતુ વંશીયતા મોત માટે જવાબદાર છે તેવા પુરાવા ‘ઓછા સ્પષ્ટ’ હતા. મેં વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરી છે અને એનએચએસના નેતાઓ, તબીબો અને નર્સિંગ સ્ટાફ પર પણ ખાસ ધ્યાન રાખું છું. અમે પીએચઇને વિગતવાર તપાસ કરવા કહ્યું છે અને જો કોઈ વાંધાજનક જણાશે તો જોખમ ઘટાડવા માટે શું કરી શકીએ છીએ તે જોઈશુ.’

આઇસીએનએઆરસીએ જણાવ્યું હતું કે ‘’કોવિડ-19ના 1,966 દર્દીઓમાંથી 64.8 ટકા શ્વેત, 13.6 ટકા શ્યામ, 13.8 ટકા એશિયન અને 6.6 ટકા અન્ય હતા. તેની સામે 2011ની યુકેની વસ્તી ગણતરી મુજબ 7.5 ટકા એશિયન અને 3.3 ટકા શ્યામ લોકોની વસ્તી છે.