Gurpal Virdi

એક્સક્લુસીવ

  • બાર્ની ચૌધરી દ્વારા

31 જુલાઇ 2015 ના રોજ, ભૂતપૂર્વ મેટ પોલીસ સાર્જન્ટ, ગુરપાલ વિરડીને 16 વર્ષના છોકરા પર રેસીયલી અને સ્ક્સ્યુઅલી એબ્યુઝ કરવાના ઐતિહાસિક કેસના આરોપમાંથી સધર્ક ક્રાઉન કોર્ટની જ્યુરીએ દોષિત ન હોવાનું જાણવા માટે માત્ર 50 મિનિટ લીધી હતી.

કોર્ટના પગલાં પર, તે વખતે વિરડીએ પત્રકારોને કહ્યું હતું કે “તે ચિંતાજનક છે કે મેટ્રોપોલિટન પોલીસ હજી પણ ઝુંબેશ ચલાવી રહી છે, મને અને મારા પરિવારને વર્ષ-દર-વર્ષે નિશાન બનાવી રહી છે. આ બંધ થવું જોઈએ. આવા લોકોનો હિસાબ રાખવો પડશે અને નોકરીમાંથી કાઢી મૂકવા પડશે. 1998થી ચાલી રહેલી આ ઝુંબેશને રોકવી પડશે.’’

કેસનો સારાંશ આપતા, જજે કહ્યું હતું કે ‘’આ કેસ ભૂતપૂર્વ સાર્જન્ટ વિરુદ્ધ કાવતરું હોઈ શકે છે.’’ આ કેસ એ દર્શાવતો રહ્યો છે કે તે સમયે મેટ્રોપોલિટન પોલીસ કેટલી સંસ્થાકીય રીતે જાતિવાદી અને નિયંત્રણની બહાર હતી. આજે તેમના વિચારો બદલાયા નથી.

વિરડી હજુ પણ તે જ મત ધરાવે છે કે ‘’આઉટગોઇંગ કમિશ્નર, ક્રેસિડા ડિકના વિરોધ છતાં, 2022 માં પણ મેટ સંસ્થાકીય રીતે જાતિવાદી અને સંસ્થાકીય રીતે ભ્રષ્ટ છે.’’

ગરવી ગુજરાત સાથે એક્સક્લુસીવ વાત કરતા, વિરડીએ કહ્યું હતું કે “ખાનગી ડિટેક્ટીવ ડેનિયલ મોર્ગનની હત્યા હોય કે સારાહ એવરાર્ડનું અપહરણ-બળાત્કાર-હત્યા હોય તે દર્શાવે છે કે મેટમાં સડેલી સંસ્કૃતિ કેટલી ઊંડી છે. ચેરીંગ ક્રોસના કેસમાં અધિકારીઓએ બે હત્યા કરાયેલી મહિલાઓની તસવીરો પાડી તેમને વોટ્સએપ પર મોકલી હતી.

વિરડીનું કહેવું છે કે મેટ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને મામૂલી પુરાવા પર આરોપ મૂકવામાં આવ્યો હતો કારણ કે તેને ભાવિ લેબર કાઉન્સિલર બનવા દેવો ન હતો.

અધિકારીઓએ વિરડી પર અન્ય લોકોને જાતિવાદી પત્રો મોકલવાનો આરોપ મૂકી પોલીસ સેવામાંથી બરતરફ કરાયા હતા. કેસ રોજગાર ટ્રિબ્યુનલમાં જતા તેમણે કહ્યું હતું કે હું વંશીય ભેદભાવનો શિકાર છું. પછી તેમને કમિશનર તરફથી માફી મળી હતી, પુનઃસ્થાપિત કરાયા હતા પણ તે પછી તેમની કારકિર્દી બંધ થઈ ગઈ હતી.”

વિરડી ટ્રિબ્યુનલમાંથી £200,000 જીત્યા હતા પણ તેને નિયમિતપણે નિશાન બનાવવામાં આવ્યા હતા. પણ પરિવાર પર અસર થઈ રહી હોવાથી તેમણે કામ છોડવું પડ્યું હતું.

હવે વિરડી આગામી કમિશનરને મેટની અંદરના કેટલાક વિસ્તારોને સંપૂર્ણપણે સાફ કરવા માટે કહી રહ્યા છે. મેટ્રોપોલિટન પોલીસે આ કેસ પર ટિપ્પણી કરવાની અમારી વિનંતીનો જવાબ આપ્યો નથી.